શોધખોળ કરો
Advertisement
COVID-19: દિલ્હીના ચાંદની મહલ પોલીસ સ્ટેશનના વધુ 5 પોલીસકર્મી પોઝિટિવ, કુલ આઠ પોલીસકર્મીને લાગ્યો ચેપ
રાજધાની દિલ્હીના ચાંદની મહલ પોલીસ સ્ટેશનના વધુ પાંચ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા ત્રણ પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ચાંદની મહલ પોલીસ સ્ટેશનના વધુ પાંચ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા ત્રણ પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 52 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
દિલ્હી પોલીસે કહ્યું, ચાંદની મહલ પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં આ પોલીસ સ્ટેશનના આઠ કર્મીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે હજારને પાર કરી ગઈ છે. દિલ્હીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2003 થઈ છે. જ્યારે 45 લોકોના મોત થયા છે અને 72 લોકો સાજા થઈ ગયા છે.
રવિવારે દિલ્હીમાં કુલ 110 નવા મામલા સામે આવ્યા હતા. તુગલકાબાદ એક્સટેન્શન વિસ્તારમાં એક સાથે 35 પોઝિટિવ કેસ મળ્યા હતા. જે બાદ આ વિસ્તારની પાંચ ગલીઓને સીલ કરી દેવામાં આવી હતી. ગલી નંબર 24, 25, 26, 27 અને 28ની બહાર બેરિકેડ લગાવી દેવાયા હતા અને આ ગલીઓની તમામ દુકાનો બંધ કરાવાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement