આ ત્રણ રાજ્યોમાં દેશના કુલ એક્ટિવ કેસના 75 ટકા કેસ, અહીં વાંચો સમગ્ર જાણકારી
છેલ્લા 24 કલાકમાં 40 હજાર 715 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 199 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1 કરોડ 16 લાખ 86 હજાર 796 પર પહોંચી છે. સૌથી વધારે ચિંતાનો વિષય ત્રણ રાજ્ય છે અહીં ભારતના કુલ એક્ટિવ કેસના 75 ટકા છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસ સતવધી રહ્યા છે. ભારતમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 40 હજાર 715 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 199 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1 કરોડ 16 લાખ 86 હજાર 796 પર પહોંચી છે. સૌથી વધારે ચિંતાનો વિષય ત્રણ રાજ્ય છે અહીં ભારતના કુલ એક્ટિવ કેસના 75 ટકા છે. આ રાજ્યા છે મહારાષ્ટ્ર, પંજાબ અને કેરલ.
દેશમાં એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 3,45,377 કેસ છે. જેમાં 75 ટકા એક્ટિવ કેસ 3 રાજ્યો મહારાષ્ટ્ર, કેરલ અને પંજાબમા છે. એકલા મહારાષ્ટ્રમાં દેશના કુલ એક્ટિવ કેસના 62.71 ટકા છે. જ્યારે કેરલમાં 7.06 ટકા અને પંજાબમાં 5.39 ટકા છે. આ રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે અને એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં કુલ 2,16,540 એક્ટિવ કેસ છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રના જે જિલ્લાઓમાં છે તે પુના, નાગપુર, મુંબઈ,થાણે અને નાશિક છે. પુનામાં સૌથી વધારે 39,492 એક્ટિવ કેસ છે. આ સિવાય નાગપુરમાં 31,429, મુંબઈમાં 23671 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે મોદી સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 1 એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ વેક્સિન લગાવી શકશે. કેન્દ્ર સરકારે મંગળવારે આ નિર્ણય કર્યો છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી છે. અત્યાર સુધી 45 થી 60 વર્ષ વચ્ચેના માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સિન આપવામાં આવતી હતી. કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુ હતું કે દેશમાં વેક્સિનની કોઈ અછત નથી. લોકોએ ફ્ક્ત પોતાનું રજીસ્ટ્રેશન જ કરાવવાનું રહેશે અને તેમને સરકારી અને પ્રાઈવેટ સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે.
દેશમાં વધતો જતો કોરોનાનો કેરના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજયને કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યાં છે. . કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંક્રમણ રોકવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવાના કહ્યું છે. ઉપરાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને કેન્ટેમેન્ટ ઝોન અને કેન્દ્રની એસઓપી પર ધ્યાન આપવા માટેનું સૂચન પણ કર્યું છે.