શોધખોળ કરો
Advertisement
ચિમકીનો કહેર, મગજના તાવથી બિહારમાં 93 બાળકોના મોત છતાં મુખ્યમંત્રી ના દેખાતા સવાલો ઉઠ્યા
દૂર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાના વળતર-સહાયની જાહેરત કરી દીધી છે
મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં સંદિગ્ધ રીતે મગજના તાવથી બાળકો જીવ ગુમાવી રહ્યાં છે. બાળકોની સંખ્યા વધીને 93 સુધી પહોંચી ગઇ છે છતાં રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર પીડિતો પાસે નથી પહોંચ્યા આ વાતને લઇને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. જોકે, રાજ્યનું સ્વાસ્થય ખાતુ, જિલ્લા તંત્ર અને ચિકિત્સકોની ટીમોને કાર્યરત કરી દીધી છે.
બિહારમાં ચિમકી તાવ-મગજના તાવનો કહેર યથાવત છે. બાળકો મગજના તાવથી પીડિઇને મૃત્યુ પામી રહ્યાં છે. આ દૂર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાના વળતર-સહાયની જાહેરત કરી દીધી છે.
રવિવારે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને સ્થિતિની માહિતી લેવા મુઝફ્ફરપુરનો પ્રવાસ કર્યો હતો, જરૂરી સંભવ મદદ કરવાનુ આશ્વાસન આપ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચિમકીનો તાવ ક્યાંથી અને કઇ રીતે વકરી રહ્યો છે, તે સંદિગ્ધ વાત બની ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion