શોધખોળ કરો

ડ્યૂટી પર રહેલા પોલીસકર્મી પર આખલાએ એવો હુમલો કર્યો કે જવાન થઈ ગયો બેભાન,જુઓ વીડિયો

શહેરમાં રખડતા ઢોર ક્યારે કોની પર હુમલો કરી દે કહી ન શકાય. મોટા ભાગના શહેરમાં રખડતા ઢોર અંગે ફરિયાદો સામે આવતી રહે છે. રખડતા ઢોરના ત્રાસથી રાજધાની દિલ્હી પણ સુરક્ષિત નથી. આવો જ એક વીડિયો સામે આવ્યો છે દિલ્હીથી.

શહેરમાં રખડતા ઢોર ક્યારે કોની પર હુમલો કરી દે કહી ન શકાય. મોટા ભાગના શહેરમાં રખડતા ઢોર અંગે ફરિયાદો સામે આવતી રહે છે. રખડતા ઢોરના ત્રાસથી રાજધાની દિલ્હી પણ સુરક્ષિત નથી. આવો જ એક વીડિયો સામે આવ્યો છે દિલ્હીથી જ્યાં 31 માર્ચની સાંજે દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલ પર રખડતા આખલાએ હુમલો કર્યો હતો. ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના શેરપુર ચોકના દયાલપુર વિસ્તારની હોવાની વાત સામે આવી છે. અહીં ફરજ પરના એક કોન્સ્ટેબલને એક રખડતા આખલાએ તેના શિંગડા વડે ઉપાડી લીધો હતો અને રસ્તા પર નીચે ફેંકી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. કોન્સ્ટેબલની ઓળખ જ્ઞાન સિંહ તરીકે થઈ છે. ત્યાર બાદ ઘાયલ થયેલા જવાનને સાથી પોલીસકર્મીઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ જવાન બેભાન થઈ ગયો

હકિકતમાં કોન્સ્ટેબલ જ્ઞાન સિંહ ડ્યુટી દરમિયાન શેરપુર ચોકડી પર ઉભા હતા, ત્યારે પાછળથી એક આખલો આવ્યો અને તેને શિંગડા વડે હુમલો કરી દીધો. જમીન પર પટકાયા બાદ પોલીસ જવાન બેભાન થઈ ગયો હતો. જો કે, સદનસીબે પોલીસજવાન નીચે પડ્યા બાદ બળદ ત્યાંથી નીકળી ગયો હતો અને તેના પર હુમલો કર્યો ન હતો. આ ઘટના બાદ નજીકમાં  ફરજ પર હાજર અન્ય પોલીસકર્મીઓએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી છે.

જો કે રીતની ઘટનાઓ ગુજરાતમાં પણ ઘણીવાર સામે આવી ચૂકી છે. જેની ફરિયાદો સામે આવતા રાજ્ય સરકાર દ્વારા કડક કાયદો લાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં આધેડ પર રખડતા ઢોરે હુમલો કરતા મોત થયું હતું. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ આવી જ ઘટના હિમતનગરમાં બની હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં સાંઢે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી રખડતા ઢોર સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. હિંમતનગરમાં આખલાએ વૃદ્ધા સહિત પાંચ લોકોને અડફેટે લીધા હતા. જેમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ પાંચ દિવસ બાદ સારવાર દરમિયાન 85 વર્ષીય મહિલાનું મોત થયું. મૃતકનું નામ વિષ્ણુબા હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
YouTubeએ પોતાના  યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
YouTubeએ પોતાના યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલBanaskantha Accident: દાંતામાં મોડી રાત્રે સર્જાયો ભયંકર અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્તUSA: જન્મના આધારે નાગરિકત્વ નહીં મળવાના ટ્રમ્પના આદેશનો સાંસદોએ જ કર્યો વિરોધAhmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
YouTubeએ પોતાના  યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
YouTubeએ પોતાના યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Kutch: કૂતરાના મોતથી બે વ્યક્તિ સામે નોંધાઇ FIR, પોલીસે તપાસ શરૂ કરી, જાણો શું છે મામલો
Kutch: કૂતરાના મોતથી બે વ્યક્તિ સામે નોંધાઇ FIR, પોલીસે તપાસ શરૂ કરી, જાણો શું છે મામલો
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
Republic Day 2025: ગણતંત્ર દિવસની ઝાંખીની કેવી રીતે થાય પસંદગી, કોણ આપે છે મંજૂરી?
Republic Day 2025: ગણતંત્ર દિવસની ઝાંખીની કેવી રીતે થાય પસંદગી, કોણ આપે છે મંજૂરી?
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
Embed widget