Coronavirus: ત્રીજી વખત સંક્રમિત થઈ મુંબઈની આ ડોક્ટર, કોરોના રસીના બન્ને ડોઝ લેવા છતાં લાગ્યો ચેપ
ડો. સૃષ્ટિ હલારીને ત્રણ વખત કોરના થયા બાદ હવે તેના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે લેવામાં આવ્યા છે.
મુંબઈમાં કોરોના સંબંધિત એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં એક ડોક્ટર ત્રીજી વખત કોરોનાથી સંક્રમિત થઈ છે. ચિંતાજનક વાત એ છે કે કોરોના રસી લીધા બાદ પણ તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. મુલુંડ વિસ્તારની રહેવાસી ડોક્ટરર સૃષ્ટિ હલારી વિતેલા વર્ષે જૂન 2020થી લઈને અત્યાર સુધી ત્રીજી વખત સંક્રમિત થઈ છે. તેણે આ વર્ષે રસીના બન્ને ડોઝ પણ લઈ લીધા છે. ડોક્ટરનો પૂરો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે જ્યારે પરિવારે પણ કોરોના રસી લઈ લીધી છે.
ડો. સૃષ્ટિ હલારીને ત્રણ વખત કોરના થયા બાદ હવે તેના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે લેવામાં આવ્યા છે. ડોક્ટર્સ અનુસાર, ત્રીજી વખત ચેપ લાગવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. તેમાં કોરોનાના વેરિઅન્ટથી લઈને ઇમ્યૂનિટી લેવલ અથવા ખોટો તપાસ રિપોર્ટ પણ મોટું કારણ હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, કોરોના રસી લેવા છ તાં અનેક લોકોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. પરંતુ આવા દર્દી ઝડપથી સાજા થઈ જાય છે.
ડો. સૃષ્ટિ હલારીએ આપી આ જાણકારી
ડો. સૃષ્ટિ હલારીએ કહ્યું કે, “પ્રથમ વખત હું કોરોનાથી સંક્રમિત થઈ હતી કારણ કે સહકર્મી સંક્રમિત મળી આવ્યા હતા. બાદમાં મેં મારી પોસ્ટિંગ પૂરી કરી અને પીજી એડમિશન એક્ઝામ પહેલા બ્રેક લેવાનો નિર્ણય કર્યો અને ઘરે જ રહી. જુલાઈમાં મારો સમગ્ર પરિવાર કોરનાથી સંક્રમિત થય હતો.” જ્યારે સૃષ્ટિની સારવાર કરી રહેલ ડો. મેહુલ ઠક્કરે કહ્યું, “આવું શક્ય છે મેમાં થયેલ બીજી વખત સંક્રમણ જુલાઈમાં ફરીથી એક્ટિવેટ થઈ ગયું હોય. અથવા તો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય.”
દેશમાં 28 જુલાઈએ કોરોનાના નવા કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,654 નવા કેસ નોંધાયા છે. જ્યારે 41,678 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 640 લોકોના મોત થયા છે. આ સાથે ભારતમાં 3,99,436 એક્ટિવ કેસો છે. તેમજ અત્યાર સુધીમાં 3,06,63,147 લોકોએ કોરોનાને મ્હાત આપી છે તેમજ કુલ 4,22,022 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. તો અત્યાર સુધીમાં દેશમાં 44,61,56,659નું રસીકરણ કરવામાં આવ્યું છે.