શોધખોળ કરો
Advertisement
ઉચ્ચ પોલીસ અધિકારીએ અન્ય યુવતી સાથેના શારીરિક સંબંધમાં રંગે હાથ પકડાતાં પત્નિને ફટકારી, IRS અધિકારી પુત્રે કોને મોકલ્યો વીડિયો ?
વીડિયો વાયરલ થયા બાદ તેમના પર કાર્રવાઈની માગ ઉઠી રહી છે. જોકે સરકાર તરફતી હાલમાં કોઈ કાર્રવાઈ કરવામાં આવી નથી.
ભોપાલઃ સ્પેશ્યલ ડીજી પુરષોત્તમ શર્મા ફરી એક વખત વિવાદોમાં છે. આઈપીએસ પુરષોત્તમ શર્મા પોતાની પત્નીને માર મારી રહ્યા છે. માર મારતો વીડિોય હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પત્નીનો આરોપ છે કે આઈપીએસ શર્માના અન્ય યુવતી સાથે સંબંધ છે. આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો. ત્યાર બાદ ભડકેલ ડીજી પુરષોત્તમ શર્માએ પત્નીને ઘરમાં જ માર મારવાનું શરૂ કર્યું. પત્નીએ બચાવમાં પુરષોત્તમ શર્મા પર કાતરથી હુમલો ક્રયો. ત્યારે જ ઘરમાં હાજર કોઈ અન્ય વ્યક્તિએ ઘટનાનો વીડિયો બનાવી લીધો છે. પુરષોત્તમ શર્માના દીકરાએ તેને લઈને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી છે અને પિતા પર કાર્રવાઈ કરવાની માગ કરી છે.
વાયરલ વીડિોયમાં આઈપીએસ પુરષોત્તમ શર્મા પોતાની પત્નીને માર મારી રહ્યા છે. બચાવમાં પત્ની પણ તેમના પર કાતરથી હુમલો કરે છે. જ્યારે ઘરના બે કર્મચારી બચાવમાં આવે છે. પરંતુ પુરષોત્તમ શર્મા પત્નીને ગાળો પણ આપતા જોવા મળી રહ્યા છે. પુરષોત્તમ શર્મા હાલમાં રાજ્ય પોલીસમાં સ્પેશિયલ ડીજી તરીકે કાર્યરત છે. દીકરાએ શર્માની કરતૂતનો વીડિયો પ્રદેશા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, ડીજીપી અને અન્ય પોલીસ અધિકારીઓને મોકલ્યો છે. જોકે વીડિયો સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું છે. પરંતુ હજુ સુધી પુરષોત્તમ શર્મા પર કોઈ કાર્રવાઈ કરવામાં નથી આવી.
વીડિયો વાયરલ થયા બાદ તેમના પર કાર્રવાઈની માગ ઉઠી રહી છે. જોકે સરકાર તરફતી હાલમાં કોઈ કાર્રવાઈ કરવામાં આવી નથી. જ્યારે તેના દીકરા પારથ ગૌતમ શર્માએ તેની ફરિયાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને પણ કરી છે. એવામાં હવે બધાની નજર સરકાર પર છે કે શિવરાજ સરકાર તેના પર શું નિર્ણય કરે છે.
જાણકારી અનુસાર પુરષોત્તમ શર્માના દીકરા પાર્થ ગૌતમ શર્મા પણ આઈઆરએસ અધિકારી છે. ચર્ચા છે કે દીકરાએ જ આ વાડીયો બહાર પાડ્યો છે. બીજી બાજુ પુરષોત્તમ શર્માએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે આ મારો પારિવારિક મામલો છે. હું આ સંબંધથી થાકી ગયો છું. આગળની કાર્રવાઈ માટે હું તૈયાર છું. મારા હાથમાં કોઈ હથિયાર ન હતું. પત્નીના હાથમાં કાતર હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion