શોધખોળ કરો
Advertisement
યૂપીના ઔરૈયામાં ભયાનક રોડ અકસ્માત, બે ટ્રકની ટક્કરમાં 23 મજૂરોના મોત, 15 ઘાયલ
દેશમાં કોરોના સંકટને કારણે 24 માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે દેશમાં ડ્રાન્સપોર્ટ સેવાઓ ઠપ્પ છે.
નવી દિલ્હીઃ યૂપીના ઔરૈયામાં વતન પરતફરી રહેલા મજૂરોની સાથે ભયાનક અકસ્માત થયો છે. અહીં બે ટ્રકોની ટક્કરમાં 23 મજૂરોના મોત થયા છે. 15 લોકો ગંભી રીતે ઘાયલ થયા છે. ઘટના મિહૌલી નેશનલ હાઈવે પર ઘટી છે. કહેવાય છે કે, ટ્રકોમાં સવાર મજૂરો દિલ્હીથી ગોરખપુર જઈ રહ્યા હતા.
દેશમાં કોરોના સંકટને કારણે 24 માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે દેશમાં ડ્રાન્સપોર્ટ સેવાઓ ઠપ્પ છે. જેના કારણે પ્રવાસી મજૂરોની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે. સ્થિતિને જોતા હવે મજૂરો પલાયન કરવા મજબૂર બન્યા છે. આ ભયાનક સમયમાં દેશમાં અત્યાર સુધીમાં અનેક મજૂરો ચાલતા ચાલાત રોડ અને ટ્રેન અકસ્માતમાં માર્યા ગયા છે.
જણાવીએ કે, ગઈકાલે યૂપીના જાલૌનમાં જ પ્રવાસી મજૂરોથી ભરેલ DCM કારને કોઈ અજ્ઞાત વાહને ટક્કર મારી હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા જ્યારે 14 મજૂરો ઘાયલ થયા હાત. પ્રવાસી મજૂરો મુંબઈથી પરથ ફરી રહ્યા હતા. ડીસીએમમાં 46 પ્રવાસી મજૂરો સવાર હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement