Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1
આપણે તમામ આવતીકાલે ધૂળેટી મનાવીશું. પણ આપણા રાજ્યના ધારાસભ્યોએ ગઈકાલે જ મનાવી લીધો રંગોત્સવ. આજથી શરૂ થનારી ચાર દિવસની રજા પહેલા વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યો અને પત્રકારો માટે વિધાનસભા સંકુલમાં રંગોત્સવનું ખાસ આયોજન કર્યું. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી અને ક્વાંટના પારંપરિક નૃત્યો સાથે શરૂઆત થઈ રંગોત્સવની. બુધવારે વિધાનસભાની કાર્યવાહી પૂરી થતા જ ધારાસભ્યો પહોંચ્યા વિધાનસભા ભવનના પગથિયા પર. વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્યમંત્રીનું જેવું આગમન થયું માનો માહોલ જ બદલાઈ ગયો. અબીલ ગુલાલની છોળો વચ્ચે ધારાસભ્યો ખુબ નાચ્યા-ઝુમ્યા. એકબીજા પર અબીલ ગુલાલ ઉડાવી અને હોળીની શુભેચ્છાની આપ લે કરી.
જો કે, આયોજન વિધાનસભા પરિસરના બગીચામાં કરાયું હતું. ગલગોટાના ફૂલોનો શણગાર.. ડ્રમ ભરી ભરીને કેસુડાના ફૂલનો રંગ તૈયાર કરી રખાયો હતો. સાથે જ પીચકારીઓ અને ઓર્ગેનિક રંગોનું પણ આયોજન હતું. માનો આખુ આયોજન ધારાસભ્યોના આગમનની રાહ જોઈ રહ્યું હતું..એકલા ધારાસભ્યો જ કેમ વિધાનસભાના અધ્યક્ષે પત્રકારોને પણ આમંત્રિત કર્યા હતા. મુખ્યમંત્રી સહિત ધારાસભ્યો એકબીજાને તહેવારના રંગે રંગતા નજરે પડ્યા. તો ધારાસભ્ય મોહન ઢોળિયાએ મુખ્યમંત્રીને પરંપરાગત પાઘડી પહેરાવી. કેટલાક ઉત્સાહિત ધારાસભ્યો તો મુખ્યમંત્રીના આગમનની સાથે જ નાચગાનમાં મશગુલ થઈ ગયા. આ તો હતી આયોજનની વાત હવે બુરા ના માનો હોલી કહીને શરૂ કરીએ નેતાઓ રંગ કેમ બદલે છે. કાર્યક્રમને તે પણ વિધાનસભા પરિસરમાં યોજાયેલા આ રંગોત્સવની મોજ સાથે.





















