શોધખોળ કરો
Advertisement
જયપુરની યુવતીને મુંબઈની યુવતી સાથે FB પર થયો પ્રેમ, બંનેએ કરી લીધાં લગ્ન ને..
જયપુરની 20 વર્ષની ગુમ યુવતી મુંબઈમાંથી મળી આવી છે અને તેણે ત્યાં એક યુવતી સાથે કથિત રીતે લગ્ન કરી લીધા છે.
જયપુર : રાજસ્થાનના જયપુરમાંથી ગુમ થયેલી એક યુવતીને લઈ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જયપુરની 20 વર્ષની ગુમ યુવતી મુંબઈમાંથી મળી આવી છે અને તેણે ત્યાં એક યુવતી સાથે કથિત રીતે લગ્ન કરી લીધા છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે જયપુર પોલીસ તેની તપાસ માટે મુંબઈ પહોંચી હતી.
પોલીસે જણાવ્યું કે બંને યુવતીઓ વચ્ચે આશરે એક વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી મિત્રતા થઈ હતી અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસે જણાવ્યું કે મુંબઈની યુવતી થોડા દિવસો પહેલા જયપુર આવી હતી. પોલીસે જણાવ્યું કે બંનેએ મુંબઈમાં લગ્નન કરી લીધા છે. જયપુરની યુવતી વિશે નાહરગઢ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે જણાવ્યું કે યુવતીના મુંબઈમાં હોવાના સમાચાર મળ્યા બાદ જયપુર પોલીસની એક ટીમે તેને શોધી લીધી હતી. જ્યારે પોલીસ બંને યુવતી પાસે પહોંચી તો તેમણે જણાવ્યું કે એક મંદિરમાં તેમણે લગ્ન કરી લીધા છે. જયપુરની યુવતીએ પોલીસને જણાવ્યું કે તે પુખ્તવયની છે અને પોતાની મરજીથી ગઈ છે. પોલીસ સાથે ગયેલા યુવતીના ભાઈએ તેને સમજાવી જયપુર જવા માટે રાજી કરી હતી.
યુવતીએ પોતાની સાથી યુવતીને પણ જયપુર લઈ જવાની વાત કરી. બાદમાં જયપુરની યુવતી તેની સાથી અને ભાઈ સાથે જયપુર પરત ફરી છે. અધિકારીએ જણાવ્યું કે યુવતીએ પોતાના નિવેદનમાં કહ્યું તે પોતાની મરજીથી ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement