Trending video: ચોરી કરવા ગયેલા ચોરની ગરદન શટરમાં ફસાઈ ગઈ; વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
Trending video: સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ચોર મેટલ રોલિંગ શટરમાં ફસાઈ જાય છે. ચાલો આ ઘટના અંગે વિગતે વાત કરીએ.

Trending video: સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં એક ચોરને ચોરીનો પ્રયાસ ભારે પડતો દેખાઈ રહ્યો છે. જાણકારી મુજબ રાત્રિના સમયે એક વ્યક્તિ ક્લિનિકમાં ઘૂસવા માટે મેટલ રોલિંગ શટર તોડવાની કોશિશ કરી રહ્યો હતો. આ દરમિયાન તે શટરમાં ખરાબ રીતે ફસાઈ ગયો અને બહાર નીકળી શક્યો નહીં, ચાલો જણાવીએ આખો મામલો શું છે.
રાતભર લટકી રહ્યો ચોર
વીડિયો પોસ્ટ કરનાર યુઝરે પોસ્ટમાં લખ્યું છે કે ચોરની ગરદન શટરમાં કંઈક એવી રીતે ફસાઈ ગઈ કે તે આખી રાત ત્યાં જ લટકી રહ્યો. તે ન તો પોતે નીકળી શક્યો અને ન તો કોઈની નજર તેના પર પડી. આ ઘટના એટલા માટે વધુ ચર્ચામાં છે કારણ કે આ પ્રકારની ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે.
In Ghaziabad, Uttar Pradesh, a thief got his neck stuck in a clinic's metal rolling shutter while breaking in last night. He hung there until afternoon, when firefighters rescued him using a ladder. pic.twitter.com/YnmrZT4IrO
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 11, 2026
ફાયર બ્રિગેડે આવીને કર્યું રેસ્ક્યુ
આ વીડિયોમાં આપવામાં આવેલી જાણકારી મુજબ બીજા દિવસે બપોરના સમયે જ્યારે લોકોએ તેને જોયો ત્યારે તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા. ઘટનાસ્થળે પહોંચીને ફાયર ફાઈટરોએ સીડીની મદદથી ચોરને સુરક્ષિત બહાર કાઢ્યો. ભારે જહેમત બાદ તેને શટરમાંથી છોડાવવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રતિક્રિયાઓ શેર કરી
આ વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને 11 એપ્રિલના રોજ X પર @gharkekalesh એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેના પછી લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી. ઘણા વપરાશકર્તાઓએ તેને આઘાતજનક ગણાવી હતી, જ્યારે અન્ય લોકોએ તેને એક રમુજી ઘટના ગણાવી હતી. તો ઘણા લોકોએ એમ પણ કહ્યું કે, ખરાબ કામનું પરણિામ ખરાબ જ આવે છે. નોંધનિય છે કે, યુવકને જ્યારે બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેની હાલત ખુબ ખરાબ હતી.






















