શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં કોરોનાના કહેર વચ્ચે સાઇકલ લઇને નીકળી વિદેશી યુવતી, પોલીસે અટકાવી ને પછી.....
ભારતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસમાં થયેલા વધારાને લઈ લોકડાઉન હજુ લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
નવી દિલ્હીઃ દેશમાં જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો 19મો દિવસ છે. ભારતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસમાં થયેલા વધારાને લઈ લોકડાઉન હજુ લંબાવવામાં આવે તેવી શક્યતા છે. ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરી હતી, જેમાં પણ લોકડાઉન વધારવા સહમત બન્યા હતા.
આ દરમિયાન દિલ્હીના વસંત વિહારના પશ્ચિમી માર્ગ પર ગઈકાલે ઉરુગ્વેની મહિલા સાઇકલ લઈને નીકળી હતી. આ વિદેશી મહિલાએ હાથ પર ગ્લોઝ કે મોં પર માસ્ક પણ નહોતું પહેર્યું. જેને લઈ પોલીસે તેને અટકાવી હતી. પરંતુ તેણે પોલીસ સાથે દલીલો શરૂ કરી દીધી હતી અને પોલીસનું નામ નોંધીને તેમને જ ગ્લોસ પહેરવાની સલાહ આપી હતી.
કોરોના વાયરસને ધ્યાનમાં રાખી રાજધાની દિલ્હીના વધુ ત્રણ વિસ્તારો કોરોના હોટસ્પોટ જાહેર કરાયા છે. જેમાં એ-30 માનસરોવર ગાર્ડન, રજૌરી, ગલી નંબર 1થી 10 મકાન, નંબર 1 થી 1000 સી બ્લોક જહાંગીરપુરી અને દેવલી એક્સટેન્શન સામેલ છે. આ વિસ્તારો બાદ હવે દિલ્હીમાં કુલ 33 હૉટસ્પોટ થઈ ગયા છે.
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર કરી ગઈ છે. દિલ્હીમાં કુલ 1069 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાંથી 19 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઠીક થઈ ગયા છે.
તબલીગી જમાત સાથે હતું કનેકશન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં ગળુ કાપીને કરી લીધી આત્મહત્યા, જાણો વિગતે
કોરોનાવાયરસઃ PM મોદીના સંબોધનની દેશવાસીને રાહ, લોકડાઉન વધારવાની થઈ શકે જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion