Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ. વરસાદ રોકાયાના બે દિવસ વિત્યા છતા જળભરાવની સ્થિતિ એમની એમ રહેતા રહિશોની ધીરજ ખુટી.બાવળાની સ્વાગત સોસાયટી અને રત્નદીપ સોસાયટીના રહિશો રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરી દીધો. બે દિવસથી બંન્ને સોસાયટીમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે.. પ્રશાસન તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરતા આખરે સોસાયટીના રહિશોએ ધોળકા-બાવળા રોડ પર ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કર્યો.. રેલવે અન્ડર બ્રિજ બન્યા બાદ છેલ્લા બે વર્ષથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે.. ધારાસભ્યને રજૂઆત કરી છતા હજુ સુધી કોઈ ઉકેલ ન આવ્યાનો અને નગરપાલિકાના સત્તાધીશો પણ સમસ્યાનું નિરાકરણ ન કરતા હોવાનો આરોપ લગાવી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો. ન માત્ર સોસાયટી જ.. બળીયાદેવ વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આંખોમાં આંસુ સાથે સ્થાનિકો હાથ જોડીને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માગ કરી. રહિશોના ચક્કાજામથી નાના મોટા વાહનો ટ્રાફિક જામમાં ફસાયા. રહિશોના વિરોધને જોતા પોલીસ અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા.. નગરપાલિકાના પ્રમુખ અને પ્રાંત અધિકારીનું કહેવુ છે કે જામ થયેલા તમામ બ્લોક ખોલવામાં આવ્યા છે.. પરંતુ ઉપરવાસથી આવતુ પાણી બંધ થયા બાદ જ પાણીનો નિકાલ શક્ય છે..



















