Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી
ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી. છેલ્લા છથી સાત મહિનામાં ગામમાં ઝેરી જંતુ કરડવાના પાંચ બનાવો બન્યા છે. ઝેરી જંતુ કરડવાથી દર્દીઓની હાલત પણ અત્યંત ખરાબ થઈ છે. દર્દીઓને પગમાં દુઃખાવો થવો, પગમાં ફોલ્લા પડી ગયા છે.. દર્દીઓને સારવાર માટે ઉપલેટા ખસેડવામાં આવ્યા છે. ઝેરી જંતુના આતંકથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છે.. ઝેરી જંતુ કરડવાથી નીતિન પેથાણી નામના વ્યક્તિનું મોત થયાનું પણ ગ્રામજનોનું કહેવુ છે. તાલુકા હેલ્થ ઓફિસરે જાણ કરતા રાજકોટ આરોગ્ય વિભાગની મેડિકલ ઓફિસરની ટીમ, પશુપાલક વિભાગ, વન વિભાગ, એન્ટોમોલોજીસ્ટ વિભાગ, મેલેરિયા એક્સપર્ટની ટીમ પાટણવાવ પહોંચી. દર્દીઓની ચકાસણી કરી પીરવાડી વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ કર્યુ. સાથે જ દવાનો છટકાંવ પણ કર્યો. બચુભાઈ ભીમાણી નામના દર્દીને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં તપાસ માટે મોકલાયા છે.. અઠવાડીયા બાદ રિપોર્ટ આવ્યા બાદ જ હકિકત સામે આવશે.





















