શોધખોળ કરો
પત્ની પાસેથી શરીર સુખ ના મળ્યુ તો કૉલેજની છોકરીને પકડીને રસ્તાં જ બતાવવા લાગ્યો પ્રાઇવેટ પાર્ટ, જાણો પછી શું થયુ.......
આ આખો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઇ ગયો. બાદમાં વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે પોલીસે સીસીટીવીની મદદથી યુવક આરોપીની ધરપકડ કરી લીધી

(ફાઇલ તસવીર)
અમદાવાદઃ શહેર પોલીસના હાથમાં એક આશ્ચર્યચકિત કરી દે એવો કેસ આવ્યો છે. 21 વર્ષીય લૉ સ્ટૂડન્ટને એક યુવકે રસ્તાં જ પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવ્યો અને ગંદી હરકતો કરવા લાગ્યો, આ આખો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઇ ગયો. બાદમાં વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે પોલીસે સીસીટીવીની મદદથી યુવક આરોપીની ધરપકડ કરી લીધી.
ઘટના અંગે પોલીસે જણાવ્યુ કે, એક યુવકની ગંદી હરકતો સીસીટીવીમાં કેદ થઇ ગયા અને પોલીસે તેને પકડી પાડ્યો છે. પોલીસે જણાવ્યુ કે આરોપી યુવકના લગ્ન થઇ ગયા છે, અને તે ગાંધીનગરનો રહેવાસી છે અને તેનુ નામ ચિરાગ ભાટી છે. લગ્ન બાદ પોતાની પત્ની પાસેથી તેને શરીર સુખ ના મળવાના કારણે તે અકળાયેલો અને પરેશાન રહેતો હતો. આ કારણોસર તે એક લૉ કૉલેજ એલએલબીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ટુ વ્હીલર પર આવીને રસ્તાં પર રોકી હતી. આરોપીએ રસ્તાં જ યુવતીના સામે પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાઢીને ગંદી હરકતો શરૂ કરી દીધી હતી. જોકે, પોલીસે ટુ-વ્હીલર રજિસ્ટ્રેશન નંબર પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે જણાવ્યુ કે આ ઘટના ગયા અઠવાડિયાની છે, આરોપીને પોતાની હરકતો પર જરાપણ પસ્તાવો નથી. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આરોપીએ આવી હરકતો બીજે ક્યાં ક્યાં કરી છે.
વધુ વાંચો
Advertisement





















