આજથી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર OTP જરૂરી, જાણો શું હશે નવી બુકિંગ પ્રોસેસ?
હવે તત્કાલમાં ટિકિટ બુક કરાવવા અંગે રેલવે દ્ધારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તત્કાલ બુકિંગ માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બની ગયું છે.

દેશમાં દરરોજ કરોડો મુસાફરો રેલવેમાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા મુસાફરો માટે હજારો ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. ટ્રેનમાં મુસાફરી કરતા મોટાભાગના મુસાફરો રિઝર્વેશન કરાવીને મુસાફરી કરવાનું પસંદ કરે છે. રિઝર્વેશન કોચમાં મુસાફરી કરવી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ હોય છે.
ઘણી વખત લોકો અચાનક ક્યાંક જવાનું આયોજન કરે છે. જેના કારણે તત્કાલમાં ટિકિટ બુક કરાવવી પડે છે. પરંતુ હવે તત્કાલમાં ટિકિટ બુક કરાવવા અંગે રેલવે દ્ધારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તત્કાલ બુકિંગ માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બની ગયું છે. હવે તત્કાલ ટિકિટ કેવી રીતે બુક થશે? આખી પ્રક્રિયા જાણો.
તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર OTP જરૂરી
ભારતીય રેલવેએ હવે તત્કાલ ટિકિટ બુકિંગ અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમે IRCTC વેબસાઇટ અથવા મોબાઇલ એપ પરથી જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો જ્યારે તમારું આધાર કાર્ડ તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક હશે. આ નવો નિયમ આજથી એટલે કે 15 જૂલાઈથી અમલમાં આવ્યો છે.
હવે જ્યારે પણ તમે તત્કાલ ટિકિટ બુક કરાવશો તે પહેલાં આધાર સાથે લિંક કરેલા તમારા મોબાઇલ નંબર પર OTP આવશે. તેને દાખલ કર્યા પછી જ તમે બુકિંગ કરી શકશો. તે OTP વિના તાત્કાલિક બુકિંગ શક્ય બનશે નહીં.
આ રીતે IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક કરવું
જો તમે તમારા IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક કર્યો નથી. તો તરત જ કરો તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ તમારે www.irctc.co.in વેબસાઇટ પર લોગિન કરવું પડશે. તમે એપમાં પણ લોગિન કરી શકો છો. આ પછી તમારે માય એકાઉન્ટ વિભાગમાં જવું પડશે. પછી તમારે Link Your Aadhaar નો વિકલ્પ પસંદ કરવો પડશે. અહીં તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે.
અને Generate OTP પર ક્લિક કરો. આ પછી તમારા આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર OTP આવશે. તેને દાખલ કરીને વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ થશે. તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જશે. એટલું જ નહીં, જો તમે રેલવે કાઉન્ટર પરથી ટિકિટ બુક કરો છો. ત્યાં પણ તમારે તમારો આધાર નંબર આપવો પડશે અને OTP વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.





















