શોધખોળ કરો
Advertisement
હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ ડાઉનલોડ કરી શકાશે Aadhar Card, જાણો કેવી રીતે
ઓટીપી એટલે કે વન ટાઇમ પાસવર્ડ માત્ર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવે છે.
ભારતમાં કદાચ આધાર કાર્ડ (Aadhaar Card) કેટલું મહત્વનું છે તે કોઈને કહેવાની જરૂર નથી. પરંતુ આધાર કાર્ડ (Aadhaar Card)માં કોઇપણ અપડેટ કરાવવા માટે, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ઓટીપી એટલે કે વન ટાઇમ પાસવર્ડ માત્ર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવે છે. આવી સ્થિતિમાં મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે મોબાઈલ નંબર આધાર (Aadhaar Card)માં લિંક ન હોય અને તમારે તમારા આધારમાં કંઈક અપડેટ કરવું પડે. અમે આજે તમને જણાવી રહ્યા છીએ કે તમે આધાર (Aadhaar Card)માં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વગર આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.
આ રીતે મોબાઈલ નંબર વગર આધાર કાર્ડ ડાઉનલોડ કરો
- મોબાઇલ નંબર વગર રજીસ્ટર્ડ ન હોય તો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- હવે અહીં ઉપર ડાબી બાજુએ My Aadhaar Cardના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે Get Aadhaar વિભાગમાં જઈને, Order Aadhaar PVC Card પર ક્લિક કરો.
- આ કર્યા પછી, 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને સુરક્ષા કોડ દાખલ કરો.
- હવે My Mobile Number is not Registered સામે બોક્સ પર ક્લિક કરો.
- અહીં તમને બીજો અથવા Unregistered મોબાઇલ નંબર દાખલ કરવાનો વિકલ્પ મળશે.
- હવે OTP પર ક્લિક કરો અને પ્રાપ્ત OTP દાખલ કરો.
- આ કર્યા પછી એક નવું ઇન્ટરફેસ ખુલશે, જ્યાં તમારે ચુકવણી કરવી પડશે.
- હવે PDF ડાઉનલોડ કરવા માટે ડિજિટલ સહી સબમિટ કરવાની રહેશે.
- આ કર્યા પછી, તમારા મોબાઇલ નંબર પર એક એસએમએસ આવશે, જેમાં સેવા વિનંતી નંબર આપવામાં આવશે. આ સાથે તમે તમારા આધાર કાર્ડની સ્થિતિ જાણી શકશો.
- આ રીતે તમે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વગર પણ આધાર પીવીસી કાર્ડ ઓર્ડર કરી શકશો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion