Gujarat Election 2022 : ગુજરાતની આ બેઠકના ઉમેદવાર અને પરિવારનું પણ અપહરણ : AAPનો સનસની દાવો
મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, હું ચૂંટણી પંચને ભલામણ કરીશ કે, આ અપહરણ માત્ર આમ આદમીના ઉમેદવારનું જ નથી થયું પણ આ લોકતંત્રનું અપહરણ છે.
![Gujarat Election 2022 : ગુજરાતની આ બેઠકના ઉમેદવાર અને પરિવારનું પણ અપહરણ : AAPનો સનસની દાવો AAP Claims Surat East Candidate Kanchan Jariwala was abducted in Gujarat Gujarat Election 2022 : ગુજરાતની આ બેઠકના ઉમેદવાર અને પરિવારનું પણ અપહરણ : AAPનો સનસની દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/28/b0998923cdf4a19ce563ac8efc605802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલ બરાબરનો ગરમાઈ રહ્યો છે. આરો-પ્રત્યારોપની રાજનીતિ પણ વેગીલી બની છે. હવે આમ આદમી પાર્ટીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે,. સૂરતમાંથી આપના ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ થઈ ગયું છે. પાર્ટીએ દાવો કર્યો છે કે, જરીવાલાનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, મેં મુખ્ય ચૂંટણી પંચને મળવાનો સમય માંગ્યો છે.
મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, હું ચૂંટણી પંચને ભલામણ કરીશ કે, આ અપહરણ માત્ર આમ આદમીના ઉમેદવારનું જ નથી થયું પણ આ લોકતંત્રનું અપહરણ છે. આપ નેતા સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાએ પણ ગંભીર આરોપ લગાવ્યા હતાં.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, ભાજપે સૂરત (પૂર્વ)થી અમારા ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ કરી લીધું છે. જરીવાલા છેલ્લી વખત ગઈ કાલે આરઓ ઓફિસમાં જોવા મળ્યાં હતાં.સિસોદિયાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, જરીવાલાનું ઉમેદવારીપત્ર પણ રદ્દ્ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમના પર ઉમેદવારીપત્ર પાછુ ખેંચવાનું દબાણ બનાવવામાં આવ્યું. આ બાબત ચૂંટણી પંચ પર જ સવાલ ઉભા કરે છે.
સંજય સિંહે કહ્યું કે...
આ અગાઉ રાજ્યસભાના સાંસદ અને આપ નેતા સંજય સિંહે પણ કંઈક આ પ્રકારનો જ દાવો કર્યો હતો. તેમને ટ્વિટ કરી કહ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી યોજાઈ ર્હી છે કે પછી ખુલ્લેઆમ લોકતંત્રનું ગળું રૂંધવામાં આવી રહ્યું છે. સૂરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા ગઈ કાલથી જ લાપતા છે. વીડિયોમાં દેખાઈ રહેલા લોકો ભાજપના છે. તેમના પર કાર્યવાહી કરવાથી લાપતા ઝરીવાલાની ભાળ મેળવી શકાય છે. ભાજપ ચૂંટણી પહેલા જ હાર માની ચુકી છે અને હવે ઉમેદવારોના અપહરણ પર ઉભરી આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે આપ ઉમેદવાર કંચન જરીવાલાનું ઉમેદવારી પત્ર રદ્દ ના થઈ શક્યું તો તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના કામ ગણાવી રહ્યાં છે અને ભાજપ નેતાઓના અપહરણ કરી રહી છે.
જરીવાલાનો ફોન સ્વિચ ઓફ : રાઘવ ચઢ્ઢા
આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ આરોપ લગાવતા કહ્યું હતું કે, સૂરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાનું ભાજપે અપહરણ કરી લીધું છે. પહેલા ભાજપે તેમનું ઉમેદવારીપત્ર રદ્દ થાય તેવા અનેક પ્રયાસ કર્યા અને ત્યાર બાદ જરીવાલાને ઉમેદવારીપત્ર પાછું ખેંચવા મજબુર કરવામાં આવ્યા. આખરે તેમનું અપહરણ કરવામાં આવ્યું. તેઓ ગઈ કાલે બપોરથી જ લાપતા છે. તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે.
ઈસુદાન ગઢવીના ગંભીર આરોપ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ જરીવાલાના અપહરણનો દાવો કરી ભાજપ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ આપથી એ હદે ડરી ગઈ છે કે, તે ગુંડાગર્દી પર ઉતરી આવી છે. સૂરત ઈસ્ટ પરથી ચૂંટણી લઈ રહેલા અમારા ઉમેદવાર કંચન જરીવાલા પાછળ ભાજપ છેલ્લા કેટલાક સમયથી પડી ગયું હતું અને આજે તેઓ ખરેખર ગાયબ છે. ભાજપના ગુંડા જ તેમને ઉઠાવી ગયા છે. ઈસુદાને ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે,જરીવાલાની સાથો સાથ તેમનો પરિવાર પણ ગાયબ છે. ભાજપ હજી કેટલી હદો વટાવશે?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)