શોધખોળ કરો
વિંગ કમાન્ડર અભિનંદનની 51 સ્ક્વોર્ડનને મળશે સન્માન
સ્ક્વોર્ડન તરફથી આ સન્માન કમાન્ડિંગ ઓફિસર ગ્રુપ કેપ્ટન સતીષ પવારને આપવામાં આવશે.
![વિંગ કમાન્ડર અભિનંદનની 51 સ્ક્વોર્ડનને મળશે સન્માન Abhinandan Varthaman's 51 Squadron to be awarded unit citation વિંગ કમાન્ડર અભિનંદનની 51 સ્ક્વોર્ડનને મળશે સન્માન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/06135827/78.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના 51 સ્ક્વોર્ડનને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. આ સન્માન એરફોર્સના વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયા આપશે. આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના એરિયલ અટેકમાં એરફોર્સના 51 સ્ક્વોર્ડનને મોરચો સંભાળતા પાડોશી દેશ પાકિસ્તાનનું એફ-16 ફાઇટર પ્લેન તોડી પાડ્યુ હતું. સ્ક્વોર્ડન તરફથી આ સન્માન કમાન્ડિંગ ઓફિસર ગ્રુપ કેપ્ટન સતીષ પવારને આપવામાં આવશે.
આ સાથે જ બાલાકોટ સ્થિત જૈશ આતંકી શિબિર પર હવાઇ હુમલામા સામેલ 9 સ્ક્વોર્ડનને સન્માનિત કરવામાં આવશે. આ સ્ક્વોર્ડનના મિરાજ 2000 ફાઇટર જેટે જૈશના અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. એટલું જ નહી બાલાકોટ હવાઇ હુમલાના બાદના દિવસે પાકિસ્તાને એરિયલ અટેકનો જવાબ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર સ્ક્વોર્ડન લીડર મિતી અગ્રવાલના 601 સિગ્નલ યુનિટને પણ સન્માનિત કરવામાં આવશે.
નોંધનીય છે કે આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ભારતીય એરફોર્સે પુલવામામાં આતંકી હુમલા બાદ છેલ્લા 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદની ટ્રેનિંગ શિબિર પર હવાઇ હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થતા આખા દેશમાં શોક વ્યાપી ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)