શોધખોળ કરો

ABP Cvoter Survey: મધ્યપ્રદેશમાં ભાજપની જીત થશે કે કૉંગ્રેસ બાજી મારશે ? જાણો કોણ બનાવશે સરકાર

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. મધ્યપ્રદેશમાં બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે.

ABP Cvoter Opinion Polls: મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. મધ્યપ્રદેશમાં બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. શિવરાજસિંહ ચૌહાણ ભાજપ  સત્તામાં વાપસી કરશે તેવી વાત કરી રહ્યા છે ત્યારે કૉંગ્રેસના કમલનાથ પ્રચંડ જીત સાથે સરકાર બનાવવાની વાત કરી રહ્યા છે.  નેતાઓ દાવાઓ કરી રહ્યા છે કે આ વખતે તેમની પાર્ટી પ્રચંડ બહુમતી સાથે ચૂંટણી જીતશે.

મધ્યપ્રદેશ ઓપિનિયન પોલ 

ભાજપ શાસિત મધ્યપ્રદેશના એબીપી ન્યૂઝ-સીવોટરના અંતિમ ઓપિનિયન પોલની વાત કરીએ તો રાજ્યમાં 230 બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સ્પર્ધા છે. આ સર્વેક્ષણમાં કોંગ્રેસને 45% અને ભાજપને 42% વોટ મળવાની શક્યતા છે. એટલું જ નહીં, અન્યોને પણ 13% વોટ શેર મળવાની ધારણા છે.જ્યાં સુધી સત્તામાં કયો પક્ષ છે તે સર્વેમાં કોંગ્રેસની સરકાર આવે તેવી શક્યતાઓ વધુ હોવાનું જણાય છે.

કોંગ્રેસને કુલ 200 બેઠકોમાંથી 118થી 130 બેઠકો મળવાની ધારણા છે. જ્યાં સુધી સત્તાધારી પક્ષ ભાજપની વાત છે, તો તે રાજ્યમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે 99થી 111 બેઠકો સુધી સીમિત જણાય છે. એબીપી ન્યૂઝ-સીવોટરના ઓપિનિયન પોલના સર્વેમાં કોંગ્રેસને બહુમતી મળવાની શક્યતા વધુ જણાય છે. સર્વેમાં રાજ્યની 0 થી 2 બેઠકો પણ અન્યને જતી જોવા મળી રહી છે.

ચંબલમાં ભાજપ પાછળ, કોંગ્રેસનું વર્ચસ્વ

જો આપણે મધ્યપ્રદેશના પ્રદેશો અનુસાર બેઠકોની વહેંચણીની વાત કરીએ તો રાજ્યને 6 પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. ચંબલ પ્રદેશમાં કુલ 34 બેઠકો છે જેના પર કોંગ્રેસને 47% વોટ મળવાની સંભાવના છે જ્યારે ભાજપને 37% વોટ શેર મળવાની ધારણા છે. એવો અંદાજ છે કે 16% મત અન્યના ખાતામાં જશે. બેઠકોની વાત કરીએ તો આ પ્રદેશની 34 બેઠકોમાંથી કોંગ્રેસને 26થી 30 બેઠકો અને ભાજપને 4થી 8 બેઠકો મળવાની સંભાવના છે. અન્યને અહીં 0 થી 2 બેઠકો મળવાની શક્યતા જોવાઈ રહી છે.

બઘેલખંડ રીઝનમાં કોંગ્રેસનું વર્ચસ્વ 
 
બઘેલખંડ રીઝનની કુલ 56 બેઠકો પર કોંગ્રેસને 44% વોટ મળવાની સંભાવના છે જ્યારે ભાજપને 39% વોટ શેર મળવાની ધારણા છે. એવો અંદાજ છે કે 17% મત અન્યના ખાતામાં જશે. બેઠકોની વાત કરીએ તો આ પ્રદેશની 56 બેઠકોમાંથી કોંગ્રેસને 32થી 36 બેઠકો અને ભાજપને 19થી 23 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્યોને અહીં 0 થી 3 બેઠકો મળતી જોવા મળી રહી છે.
 
મહાકૌશલ  રીઝનમાં કોંગ્રેસની મજબૂત પકડ 

મહાકૌશલ રીઝનની કુલ 42 બેઠકો પર, કોંગ્રેસને 45% વોટ મળવાની ધારણા છે જ્યારે ભાજપને 41% વોટ શેર મળવાની ધારણા છે. એવો અંદાજ છે કે 14% મત અન્યના ખાતામાં જશે. બેઠકોની વાત કરીએ તો આ પ્રદેશની 42 બેઠકોમાંથી કોંગ્રેસને 22થી 26 બેઠકો અને ભાજપને 16થી 20 બેઠકો મળવાની સંભાવના છે. અન્યને અહીં 0 થી 1 સીટ મળવાની શક્યતા છે.

ભોપાલ રીઝનની કુલ 25 બેઠકો પર કોંગ્રેસને 41% જ્યારે ભાજપને 48% મત મળવાની ધારણા છે. એવો અંદાજ છે કે 11% મત અન્યના ખાતામાં જશે. બેઠકોની વાત કરીએ તો આ રીઝનની  25 બેઠકોમાંથી ભાજપને 18થી 22 બેઠકો અને કોંગ્રેસને 03થી 07 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્યને અહીં 0 થી 1 બેઠક મળે તેવી શક્યતા છે.

માલવા રીઝનમાં ભાજપની સારી પકડ

માલવા ક્ષેત્રની કુલ 45 બેઠકો પર કોંગ્રેસને 44% મત મળવાની ધારણા છે જ્યારે ભાજપને 46% મત મળવાની ધારણા છે. એવો અંદાજ છે કે 10% મત અન્યના ખાતામાં જશે. બેઠકોની વાત કરીએ તો આ પ્રદેશની 45 બેઠકોમાંથી ભાજપને 36થી 30 બેઠકો અને કોંગ્રેસને 15થી 19 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્યને અહીં 0 થી 1 બેઠક મળે તેવી શક્યતા છે.
 
નિમાર રીઝનમાં 

નિમાર રીઝનની કુલ 28 બેઠકો પર કોંગ્રેસને 45% જ્યારે ભાજપને 43% મત મળવાની ધારણા છે. એવો અંદાજ છે કે 12% મત અન્યના ખાતામાં જશે. બેઠકોની વાત કરીએ તો આ પ્રદેશની 28 બેઠકોમાંથી કોંગ્રેસને 14થી 18 બેઠકો અને ભાજપને 10થી 14 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્યને અહીં 0 થી 1 બેઠક મળે તેવી શક્યતા છે. 

( Disclaimer: 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે. આવતીકાલે સાંજે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની બેઠકોની સાથે મિઝોરમમાં ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. abp ન્યૂઝ માટે સી વોટરે  તમામ 5 રાજ્યોમાં અંતિમ ઓપિનિયન પોલ કર્યો છે. આ સર્વેમાં લગભગ 63 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે. આ વાતચીત 9 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે કરવામાં આવી હતી. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.)  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Canada Hindu Temple Attack : કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ, ઉતરી ગયા રસ્તા પરHun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Embed widget