ABP Ideas of India: દેશનો ઇતિહાસ વાંચવો જોઇએ, જુની વાતોના આધારે લોકોને નિશાન બનાવવા અયોગ્ય -સુધીન્દ્ર કુલકર્ણી
આજે મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમના મંચ પર પહેલીવાર લેખક અને સામાજિક રાજકીય કાર્યકર સુધીન્દ્ર કુલકર્ણીએ પોતાના વિચારો રજૂ કર્યા.
Ideas Of India: એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિ ગઈકાલે શુક્રવારે મુંબઈમાં શરૂ થઈ છે. પ્રથમ દિવસે દિગ્ગજોએ મંચ પરથી પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેમાં કૈલાશ સત્યાર્થી, ગૌર ગોપાલ દાસ, સોનમ વાંગચુક, એન.આર નારાયણ મૂર્તિ, નીતિન ગડકરી, તાપસી પન્નુ, વિદ્યા બાલન, કપિલ દેવ, લિએન્ડર પેસ અને અન્ય ઘણા લોકોએ સામેલ હતા. આ તમામ લોકોએ તેમના પોતાના વિચારો અને દ્રષ્ટિકોણ રજુ કર્યા હતા.
આજે એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિનો બીજો દિવસ છે, આજે શનિવારે 'વાઇલ્ડસ્ટોન પ્રેઝન્ટ્સ એબીપી આઇડિયાઝ ઑફ ઇન્ડિયા' માં નવા મહેમાનો સાથે વિચારો અને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આજે મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમના મંચ પર પહેલીવાર લેખક અને સામાજિક રાજકીય કાર્યકર સુધીન્દ્ર કુલકર્ણીએ પોતાના વિચારો રજૂ કર્યા.
પંડિત દીનદયાલ ઉપાધ્યાયના વિચારો પર સુધીન્દ્ર કુલકર્ણીનું નિવેદન -
દેશના કેટલાક રાજકારણીઓ હજુ પણ ભૂતકાળના પાઠ લઈ રહ્યા છે અને હું અહીં ભારતીય જનતા પાર્ટીના પંડિત દીનદયાળ ઉપાધ્યાયના કેટલાક નિવેદનો કહેવા માંગુ છું, જેના વિશે ઘણા નેતાઓ આજકાલ વાંચતા નથી. દીનદયાલ ઉપાધ્યાયની અભિન્ન માનવ ફિલોસોફી એવી છે જે દરેકને જાણવી જોઈએ. એ અફસોસની વાત છે કે આજે રાજકિય પક્ષો પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોની વાત કરે છે પણ તેને બરાબર સમજી શકતા નથી. હું આ વાત ભાજપના કેટલાક નેતાઓ માટે પણ કહી શકું છું. હાલના સમયમાં દેશમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે અને દેશ એક નવા ઈતિહાસનો સાક્ષી બની રહ્યો છે.
સુધીન્દ્ર કુલકર્ણીએ મોટી વાત કહી -
સુધીન્દ્ર કુલકર્ણીએ કહ્યું કે આપણે ઈતિહાસ વાંચવો જોઈએ અને જો આપણે તેને નહીં વાંચીએ તો આપણે શિકાર બની જઈશું. આપણે જાણવું જોઈએ કે, ધર્મ અને જાતિના આધારે દેશને વિભાજીત કરવાની રાજનીતિ બંધ થવી જોઈએ. જ્યારે આપણે આપણા પડોશી દેશોના પડકારોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે જો આપણે દેશમાં આંતરિક મતભેદોમાં ફસાઈ જઈશું તો તે બમણું નુકસાન કરશે. આપણે સમજવું પડશે કે, ઈતિહાસના તથ્યોને સદંતર નકારી શકાય નહીં. આપણે કહી શકીએ કે, બાબર આક્રમણખોર હતો પણ બહાદુર શાહ ઝફર એટલો જ ભારતીય હતો જેટલાં રાણી લક્ષ્મી બાઈ ભારતીય હતાં. તેની પાછળનું કારણ એ છે કે બહાદુર શાહ ઝફરે પણ અન્યોની જેમ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપ્યું હતું.
જૂની વાતોના આધારે આજના લોકોને નિશાન બનાવવા અયોગ્ય -
લેખક સુધીન્દ્ર કુલકર્ણી કહે છે કે, જૂની વાતોને ધ્યાનમાં રાખીને આજના લોકોને નિશાન બનાવવા એ ખોટું છે કારણ કે આજના સમયમાં આવું થઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે તમે 'ધ કાશ્મીર ફાઇલ્સ' લઈ શકો છો જેનો ઉપયોગ આજના મુસ્લિમોને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. કંગના રનૌત જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓ સરકારના રક્ષણ હેઠળ આવા કામ કરી રહી છે જે ખોટું છે અને તેમને કોઈનો ડર નથી. તે લોકો માટે જાણીતું વ્યક્તિત્વ છે અને જો તે કંઈક કહે છે તો તેની અસર થાય છે.
સુધીન્દ્ર કુલકર્ણીએ આક્રોશ વ્યક્ત કર્યો -
લેખક સુધીર કુલકર્ણી કહે છે કે, જૂની વાતોના આધારે અત્યારે લોકો સાથે જે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તેની વિરુદ્ધ દેશના વડાએ બોલવું જોઈએ અને તેની નિંદા કરવી જોઈએ, પરંતુ અત્યાર સુધી તેમણે આવું કર્યું નથી.
આ પણ વાંચો.........
આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો
શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો
Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો