શોધખોળ કરો

ABP Ideas of India: આપણે આપણા ઇતિહાસના સૌથી નાજુક મૉડમાંથી પસાર થઇ રહ્યાં છીએ- જગદીપ ધનખડ

આજે મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમના મંચ પર પહેલીવાર બીજેપીના દિગ્ગજ નેતા અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે પોતાના વિચારો રજૂ કર્યા.

Ideas Of India: એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિ ગઈકાલે શુક્રવારે મુંબઈમાં શરૂ થઈ છે. પ્રથમ દિવસે દિગ્ગજોએ મંચ પરથી પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેમાં કૈલાશ સત્યાર્થી, ગૌર ગોપાલ દાસ, સોનમ વાંગચુક, એન.આર નારાયણ મૂર્તિ, નીતિન ગડકરી, તાપસી પન્નુ, વિદ્યા બાલન, કપિલ દેવ, લિએન્ડર પેસ અને અન્ય ઘણા લોકોએ સામેલ હતા. આ તમામ લોકોએ તેમના પોતાના વિચારો અને દ્રષ્ટિકોણ રજુ કર્યા હતા.

આજે એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિનો બીજો દિવસ છે, આજે શનિવારે 'વાઇલ્ડસ્ટોન પ્રેઝન્ટ્સ એબીપી આઇડિયાઝ ઑફ ઇન્ડિયા' માં નવા મહેમાનો સાથે વિચારો અને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આજે મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમના મંચ પર પહેલીવાર બીજેપીના દિગ્ગજ નેતા અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે પોતાના વિચારો રજૂ કર્યા.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ -
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ કહે છે કે, આ સમયે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, પરંતુ આ માટે આપણે જે બલિદાન આપ્યું છે તેનાથી કેટલા લોકો વાકેફ છે. ખૂબ જ ઓછા લોકો વાકેફ હશે. આ સમયે હું મારી જાતને મુશ્કેલીના સમયમાં ઉભેલો જોઉં છું કારણ કે, અમુક અંશે પશ્ચિમ બંગાળમાં આવી ઘટના બની રહી છે જે સમતાની ભાવના દર્શાવવા માટે યોગ્ય છે તેમ ના કહી શકાય. કોવિડ-19ના સમયમાં પણ દેશમાં ઘણી એવી ક્ષણો આવી જ્યારે લોકોને સમાન સુવિધાઓ મળી ન હતી. આપણે પહેલા કરતા વધુ મહેનત કરવી પડશે.

પશ્ચિમ બંગાળ વિશે જગદીપ ધનખડના વિચારો
આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટમાં ભાગ લેનાર જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, આપણે આપણા ઈતિહાસના સૌથી જટિલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. જ્યારે પણ હું પશ્ચિમ બંગાળના કોઈપણ ભાગમાં જાઉં છું, ત્યાં કોઈ એવું હોય છે જે ભારતની આઝાદી માટે લડ્યા હોય. આજે દેશની સામે ઘણા પડકારો છે.

સંસ્થાઓ વિશે જગદીપ ધનખડના વિચારો
જગદીપ ધનખડે કહ્યું કે, આપણે આપણા ધર્મ માટે શરમાવું જોઈએ નહીં અને તેના પર ગર્વ હોવો જોઈએ. બીજી તરફ દેશની સંસ્થાઓ માટે જરૂરી છે કે, તેઓ બંધારણનું પાલન કરે અને પોતાના મન પ્રમાણે નહીં પણ બંધારણ પ્રમાણે કામ કરે. દેશ આજે આઝાદી અપાવનારા કેટલા લોકોને સન્માન આપીને યાદ કરી રહ્યો છે? આપણે આ વિશે વિચારવું જોઈએ.

શશિ થરૂર અને જગદીપ ધનખડ વચ્ચે થઈ દલીલો
કોંગ્રેસના નેતાઓ શશિ થરૂર અને જગદીપ ધનખડે કેટલાક મુદ્દાઓ પર ઉગ્ર દલીલ કરી હતી જ્યારે શશિ થરૂરે કહ્યું હતું કે, મમતા બેનર્જી એક પ્રભાવશાળી નેતા છે અને તેમણે પોતાના આપબળે રાજકારણમાં સ્થાન બનાવ્યું છે. બીજી તરફ જગદીપ ધનખડે કહ્યું કે મમતા બેનર્જી મારી નાની બહેન જેવા છે અને હું 30 વર્ષ પહેલા તેમને મળવા પશ્ચિમ બંગાળ ગયો હતો ત્યારે તેમને ઈજા થઈ હતી. જો કે, સંબંધોને સરળ અને સુચારું રાખવા માટે કેટલીકવાર નાની બહેનને અરીસો બતાવવો જરૂરી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની હિંસાને કોઈ નકારી શકે નહીં. ચૂંટણી દરમિયાન જે થયું તે કોઈનાથી છુપાયેલું નથી. મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે, પશ્ચિમ બંગાળમાં મીડિયા નથી. સીએમને ત્યાં કોઈ પ્રશ્ન પૂછી શકે નહીં, વરિષ્ઠ તંત્રીઓને પણ કોઈ પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. મીડિયા તેનું કામ કરી શકતું નથી અને હું મીડિયાને હાથ જોડીને જમીની વાસ્તવિકતા બતાવવાની વિનંતી કરું છું અને આ જમીની વાસ્તવિકતા એટલી કડવી છે કે રાજ્યપાલ તરીકે મને પૂછવું જોઈએ કે, હું મારું કામ કેમ કરી શકતો નથી. અને હું રાજ્ય સરકારને પ્રશ્ન કરું છું કે પછી હું રિપોર્ટ કેમ આપી શકતો નથી.

આ પણ વાંચો.........

આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?

ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો

શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે

પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો

Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Embed widget