શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ABP News Exit Poll: મધ્યપ્રદેશમાં થઇ શકે છે સત્તા પરિવર્તન, જાણો કોને કેટલી મળશે બેઠકો?
નવી દિલ્હીઃ રાજસ્થાન, તેલંગણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમની વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. આ તમામ રાજ્યોના મતદાનની શરૂઆત 12 નવેમ્બરના રોજ છત્તીસગઢથી થઇ હતી. તમામ રાજ્યોના પરિણામ અગાઉ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે.
એબીપી ન્યૂઝ-લોકનીતિ સીએસડીએસના એક્ઝિટ પોલ અનુસાર,મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. મધ્યપ્રદેશની કુલ 230 બેઠકોમાંથી ભાજપને 94 અને કોગ્રેસને 126 અને અન્યને 10 બેઠકો મળવાની સંભાવના છે. રાહુલ ગાંધીની સભા અને રેલીઓ કામ કરી હોય તેવા આંકડાઓ જોવા મળી રહ્યા છે. અહી બહુમતનો આંકડો 116 હોવાના કારણે કોગ્રેસ અહી 126 બેઠકો સાથે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવે તેવી સંભાવના છે. ભાજપ 40 ટકા કોગ્રેસ 43 અને અન્યને 17 ટકા મત મળી શકે છે.
મધ્યપ્રદેશના તમામ 230 વિધાનસભા બેઠકોમાં એક જ તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં તમામ બેઠકો પર 28 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં હાલમાં ભાજપ સરકાર છે અને શિવરાજ સિંહ મુખ્યમંત્રી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion