શોધખોળ કરો
Advertisement
મણિપુર: ઈરોમ શર્મિલા 16 વર્ષ બાદ આજે તોડશે ઉપવાસ, જાણો કેમ નહિ મળે માતાને
ઈંફાલ: મણિપુરની આયર્ન લેડી ઈરોમ ચાનૂ શર્મિલા આજે સવારે 16 વર્ષના ઉપવાસ તોડશે. અધિકારો માટે થઈ રહેલા આંદોલનનો ચહેરો બનેલી 44 વર્ષીય શર્મિલા આજે સ્થાનિક અદાલતમાં પોતાના ઉપવાસ પૂરા કરશે. આજે તેમને ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જ્યારે તે ઉપવાસ તોડશે ત્યારે તેમને ન્યાયિક હિરાસતમાંથી છોડવામાં આવશે.
આફસ્પા (આર્મ્ડ ફોર્સ સ્પેશ્યલ પાવર એક્ટ)ને નાબૂદ કરવાની માગને લઈને 16 વર્ષ પહેલા તેમણે ઉપવાસ શરૂ કર્યા હતા. શર્મિલાને જીવતી રાખવા માટે જેલ કે જે હોસ્પિટલ જેવી થઈ ગઈ છે ત્યાં તેમને 2000ની સાલથી નાકમાં નળી નાખીને પરાણે ખાવાનું આપવામાં આવતું હતુ.
ઉલ્લેખનીય છે કે તેમણે ગત મહિને ઉપવાસ પૂર્ણ કરવાની ઘોષણા કરી હતી. આ નવી શરૂઆતના સમયે શર્મિલા કુનબા લૂપના બેનર હેઠળ કામ કરનારા તેમના સમર્થકો અને મહિલા કાર્યકર્તાઓ હાજર રહેશે. પણ તેમની 84 વર્ષીય માતા શાખી દેવી અહીં નહિ હોય.
શર્મિલાના ભાઈ ઈરોમ સિંહજીતના જણાવ્યા મુજબ શર્મિલા સાથે મુલાકાત કરવા માતા નહિ આવે. તે ઈરોમના વિજયની રાહ જોઈ રહ્યા છે. આ મોકો ત્યારે આવશે જ્યારે આફસ્પા હટાવી લેવામાં આવશે. સિંહજીત આજે અદાલત પરિસરમાં હાજર રહેશે.
શર્મિલાના પરિજન અને સમર્થક તેમને 26 જુલાઈ બાદ મળી શક્યા નથી. તે દિવસે શર્મિલાએ ઉપવાસનો અંત કરવાની અને રાજકારણમાં આવવાની ઘોષણા કરી હતી.
તેમના ભાઈએ કહ્યું કે કસ્ટડીમાંથી છૂટ્યા બાદ તે ક્યાં જશે, એ અંગે તેમને કોઈ જાણકારી નથી. જો તે ઘરે આવીને અમારી સાથે રહેવા માગે છે તો તેમનું સ્વાગત છે. પણ આ નિર્ણય તેમનો હશે. ઈરોમ ચાનૂ શર્મિલા સવારે 10:30 વાગ્યે હોસ્પિટલથી નીકળીને 11 વાગ્યે કોર્ટ પહોંચી ઉપવાસ તોડશે.
કાયદાની દ્રષ્ટિએ તેઓ આત્મહત્યાના પ્રયાસના આરોપી છે પણ સામાન્ય લોકોના મનમાં તેમની છબિ બહુ ઉંચી છે. ઈરોમ શર્મિલા ઉપવાસ પૂર્ણ કરી રાજકારણમાં આવશે. અને તેમને પોતાના દળમાં લેવા માટે પાર્ટીઓની લાઈન લાગી છે. જેડીયુના વરિષ્ઠ નેતા તો ઈરોમના ઉપવાસ તોડતા પહેલા જ પાર્ટીમાં આવવાનું આમંત્રણ લઈને પહોંચી ગયા હતા.
રાજકારણ ઉપરાંત ઈરોમ શર્મિલા બીજી મોટી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. અહેવાલો છે કે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક દેશબોંડો ક્વિનટોં સાથે તે જલ્દી જ લગ્ન કરશે. એક સમયે ઈરોમે પોતાના બંને હાથે દેશબોંડો ક્વિનટોંનું નામ લખીને તેમના માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement