Mumbai: અલ્યા ભારે કરી! મુંબઈમાં 90 ફૂટ લાંબા અને 6,000 કિલો વજનના બ્રિજની ચોરી
Iron Bridge Stolen in Mumbai: ચોરોએ અદાણીની કંપની દ્વારા બનાવેલા બ્રિજની ચોરી કરી હતી. હવે આ કેસમાં મુંબઈ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ પુલ પશ્ચિમી ઉપનગરમાં એક નાળા પર બનાવવામાં આવ્યો હતો.
Iron Bridge Stolen in Mumbai: ચોરોએ અદાણીની કંપની દ્વારા બનાવેલા બ્રિજની ચોરી કરી હતી. હવે આ કેસમાં મુંબઈ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ પુલ પશ્ચિમી ઉપનગરમાં એક નાળા પર બનાવવામાં આવ્યો હતો. આ લોખંડનો પુલ 6,000 કિલોનો હતો. બ્રિજ ચોરીની ઘટનાએ સમગ્ર પંછકમાં ભારે ચર્ચામાં જગાવી હતી.
બ્રિજ 26 જૂનના રોજ ગુમ થઈ ગયો
બાંગુર નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે મલાડ પશ્ચિમમાં 90 ફૂટ લાંબો પુલ અદનાલ ઈલેક્ટ્રીસિટી કંપની દ્વારા ઇલેક્ટ્રિક કેબલ બદલવા માટે મૂકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે નાળા પર કાયમી પુલ બન્યા બાદ થોડા મહિના પહેલા અસ્થાયી સ્ટ્રક્ચરને આ વિસ્તારમાં બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે બ્રિજ 26 જૂનના રોજ ગુમ થઈ ગયો હતો, ત્યારબાદ વીજળી કંપનીએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ અધિકારીએ તપાસમાં શું કહ્યું
તો બીજી તરફ, પોલીસે તેની તપાસમાં જણાવ્યું હતું કે બ્રિજ છેલ્લે 6 જૂને તેની જગ્યાએ જોવા મળ્યો હતો. પોલીસે બ્રિજની શોધમાં આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા અને 11 જૂને એક મોટું વાહન મળ્યું જે તે દિવસે પુલ તરફ જઈ રહ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે વાહનમાં ગેસ કટીંગ મશીનો હતા, જેનો ઉપયોગ પુલ તોડવા અને 6,000 કિલો વજનના લોખંડની ચોરી કરવા માટે કરવામાં આવ્યો હતો.
ચોરાયેલ પુલ પાછો મેળવ્યો
વધુ તપાસ પર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ લેનાર પેઢીના કર્મચારીની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ કર્મચારી અને તેના ત્રણ સાથીઓની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સ્થળ પરથી ચોરાયેલો પુલ પાછો મેળવી લેવામાં આવ્યો છે અને ચારેય આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા બિહારમાં એક બ્રિજની ચોરીનો મામલો સામે આવ્યો હતો.
અદાણીની કંપની મહાનગરમાં વીજળી સપ્લાય કરે છે
નોંધનીય છે કે, અદાણી જૂથની કંપની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વીજળી સપ્લાય કરે છે, જેના માટે તે મહાનગરમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. આ એક પ્રોજેક્ટ પર કામ દરમિયાન આ ચોરી થઈ હતી. જોકે પોલીસે મામલો ઉકેલી નાખ્યો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial