શોધખોળ કરો

Adani Group: Adaniમાં ચાલી રહેલા ઘમાસાણને લઈ નાણામંત્રીએ પહેલી વાર તોડ્યું મૌન, કહ્યું કે...

બંનેના ચેરમેન અને સીએમડીએ વિગતવાર જણાવ્યું છે કે તેઓ ઓવરએક્સપોઝ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, અદાણી જૂથમાં તેમની પાસે જે પણ એક્સપોઝર છે તે નફામાં છે.

Nirmala Sitharaman On Adani Group: અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડા વચ્ચે LICના ગ્રૂપમાં રોકાણ અને SBI દ્વારા આપવામાં આવેલી લોન પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણની પ્રતિક્રિયા પહેલીવાર આવી છે. નાણાપ્રધાને કહ્યું હતું કે, અદાણી જૂથની કંપનીઓમાં SBI અને LICનું એક્સપોઝર મર્યાદામાં છે.

અદાણી જૂથમાં રોકાણ પર કંપનીઓ ફાયદામાં

નાણામંત્રીએ કહ્યું હતું કે, હું કહેવા માંગુ છું કે SBI અને LIC બંનેએ વિગતવાર નિવેદનો જારી કર્યા છે. બંનેના ચેરમેન અને સીએમડીએ વિગતવાર જણાવ્યું છે કે તેઓ ઓવરએક્સપોઝ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, અદાણી જૂથમાં તેમની પાસે જે પણ એક્સપોઝર છે તે નફામાં છે. અને વેલ્યુએશનમાં ઘટાડા પછી પણ તેઓ નફાકારક છે.

નાણામંત્રીએ બજેટના દિવસે શેરબજારના ઘટાડાને લઈને કહ્યું કે...

બજેટના દિવસે અદાણી જૂથના કારણે શેરબજારમાં આવેલા ઘટાડા અંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે, શેરબજારે બજેટને સારી રીતે આવકાર્યું હતું પરંતુ ગમે તે કારણોસર બજાર ઘટ્યું હતું પરંતુ મને ખાતરી છે કે બજેટમાં એક શેરબજાર પર સારી અસર.

એક્સપોઝર મર્યાદિત

એસબીઆઈ અને એલઆઈસી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર અદાણી ગ્રુપનું એક્સ્પોઝર તેમના સુધી મર્યાદિત છે. આ સાથે તેણે માર્કેટ રેગ્યુલેટરની પણ પ્રશંસા કરી છે. સીતારમણના નિવેદન મુજબ, તેમનું એક્સ્પોઝર (અદાણી જૂથના શેરમાં) મર્યાદામાં છે અને મૂલ્યાંકન ઘટવા છતાં પણ તેઓ નફામાં છે.

LICએ માહિતી આપી હતી

LIC પાસેથી મળેલી માહિતી અનુસાર અદાણી ગ્રુપની લોન અને ઇક્વિટીમાં રૂ. 36,474.78 કરોડના રોકાણનો પણ ખુલાસો થયો છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે આ રકમ તેના કુલ રોકાણનો માત્ર એક ટકા છે.

અદાણી ગ્રુપના હોબાળાની કોઈ અસર નહીં થાય

અધિકારીઓએ LIC અને SBIને કહ્યું છે કે, અદાણી ગ્રૂપને લઈને જે હોબાળો મચ્યો છે તેનાથી તેમને કોઈ પણ રીતે અસર થશે નહીં. તેમનું રોકાણ આમાં મર્યાદિત હતું અને જે કંઈ રોકાણ થયું તેનો ફાયદો કંપનીઓ અને બેંકને થયો છે.

આ સમસ્યાનો સામનો કરી રહી છે બેંકિંગ સિસ્ટમ  

આ સાથે નાણામંત્રીએ ઈન્ટરવ્યુમાં વધુમાં કહ્યું હતું કે, હાલમાં ભારતીય બેંકિંગ સિસ્ટમ ડ્યુઅલ બેલેન્સ શીટની સમસ્યાનો સામનો કરી રહી છે. NPA ઉપરાંત, રિકવરીની સ્થિતિમાં સુધારો થયો છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોની ચિંતાઓને દૂર કરવા માટે જ SBIએ આ પગલું ભર્યું છે.

માર્કેટ કેપમાં $120 બિલિયનનો ઘટાડો

તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 120 અબજ ડોલરથી વધુ ઘટી ગયું છે. જ્યારથી હિન્ડેનબર્ગનો અહેવાલ બહાર આવ્યો છે ત્યારથી, જૂથના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આ અહેવાલ પછી, અદાણી જૂથની લિસ્ટેડ 7 કંપનીઓએ તેમના માર્કેટ કેપના અડધાથી વધુ ગુમાવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget