શોધખોળ કરો
Advertisement
કૉંગ્રેસ નેતા અધીર રંજને કહ્યું- હું મીણબત્તી નહીં સળગાવું પરંતુ કોરોના વિરુદ્ધ લડાઈ ચાલુ રાખીશ
કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીના સંબોધન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કર્યું કે, લાઈટ બંધ કરવી કે મીણબત્તી સળગાવવાથી કોવિડ-19 વિરુદ્ધની લડાઈ સાથે કોઈ સંબંધ નથી. તેથી હું મીણબત્તી નહીં સળગાવું અને લાઈટ પણ બંધ નહીં કરું પણ કોરોના વિરુદ્ધ લડાઈ ચાલું રાખીશ.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો સંદેશ દ્વારા દેશને સંભોધન કર્યુ હતું. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી કે 5 એપ્રિલ રવિવારે રાતે 9 વાગ્યા પોતાના ઘરે લાઈટ બંધ કરીને ઘરના દરવાજા પર અથવા બાલકનીમાં ઉભા રહીને 9 મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશલાઈટ કરો.
હવે કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીના સંબોધન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કર્યું કે, લાઈટ બંધ કરવી કે મીણબત્તી સળગાવવાથી કોવિડ-19 વિરુદ્ધની લડાઈ સાથે કોઈ સંબંધ નથી. તેથી હું મીણબત્તી નહીં સળગાવું અને લાઈટ પણ બંધ નહીં કરું પણ કોરોના વિરુદ્ધ લડાઈ ચાલું રાખીશ. જો હું મીણબત્તી નહીં સળગાવું તો મને અન્ટી નેશનલ કહેવામાં આવશે પરંતુ હું તૈયાર છું.
પીએમ મોદીએ વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, આ રવિવારે 5 એપ્રિલે આપણે બધાએ મળીને કોરોના સંકટને અંધકારને પડકાર આપવાનો છે. આ પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે. આ 5 એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગણ કરવાનું છે.”આ સમય દરમિયાન ઘરની તમામ લાઈટ બંધ કરશો, ચારેય બાજુએ જ્યારે દરેક વ્યક્તિ એક એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકાશની એ મહાશક્તિનો અનુભવ થશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, “મારી એક પ્રાર્થના છે કે આ આયોજનના સમયે કોઈએ પણ કોઈપણ જગ્યાએ ભેગા નથી થવાનું. રસ્તામાં, ગલીમાં અથવા મહોલ્લામાં નથી જવાનું, તમારા ઘરના દરવાજે, બાલકીમાં જ આ કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગની લક્ષ્મણ રેખાને પાર નથી કરવાની. સોશિયલ ડિસ્ટન્સિંગને કોઈપણ સ્થિતિમાં તોડવાનું નથી. કોરોનાની ચેનને તોડવી એ જ રામબાણ ઇલાજ છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement