શોધખોળ કરો

Aditya L1: કઇ ધાતુનો બનેલો છે આદિત્ય L-1 સેટેલાઇટ, આના પર સૂર્યની ભીષણ ગરમીની પણ નહીં થાય કોઇ અસર

આદિત્ય એલ-1 એ ઈસરોનું સૂર્ય તરફ જનારું પ્રથમ મિશન છે. આ પહેલા પણ નાસા સહિત અન્ય ઘણી સ્પેસ એજન્સીઓએ પોતાના સ્પેસક્રાફ્ટને સૂર્ય પર મિશન માટે મોકલ્યા છે

Aditya L1 Launch: ચંદ્રયાન 3ની સફળતા પછી આજે ISRO સૂર્ય પર એક મિશન એટલે કે સૂર્ય મિશન મોકલ્યુ છે. સૂર્ય પર સંશોધન માટે ISRO દ્વારા આજે આદિત્ય L-1 લૉન્ચ કરવામાં આવ્યુ છે, પરંતુ ઘણા લોકોના મનમાં આ સવાલ પણ આવી રહ્યો છે કે જો સૂર્ય આટલો ગરમ હશે તો આદિત્ય એલ-1 આટલી ગરમી કેવી રીતે સહન કરી શકશે ? તમને જણાવી દઈએ કે તે સૂર્ય પર ઉતરશે નહીં. આદિત્ય એલ-1 સૂર્ય પહેલા માત્ર અમૂક લાખ કિલોમીટર સુધી જ જશે, પરંતુ તે જગ્યાએ પણ અસહ્ય ગરમી પડશે. જ્યાં કોઈપણ સામાન્ય ધાતુ સરળતાથી પીગળી જશે. પરંતુ આદિત્ય એલ-1 ખાસ સામગ્રી અને ધાતુમાંથી બનાવવામાં આવ્યુ છે, જેના કારણે તેને કોઈ નુકસાન નહીં થાય.

આદિત્ય એલ-1 એ ઈસરોનું સૂર્ય તરફ જનારું પ્રથમ મિશન છે. આ પહેલા પણ નાસા સહિત અન્ય ઘણી સ્પેસ એજન્સીઓએ પોતાના સ્પેસક્રાફ્ટને સૂર્ય પર મિશન માટે મોકલ્યા છે. આમાંના કેટલાય મિશન સફળ પણ થયા છે. અહેવાલો અનુસાર, આદિત્ય એલ-1ને પીએસએલવી રૉકેટથી સૂર્ય પર છોડવામાં આવશે. આદિત્ય એલ-1 શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવી રહ્યું છે. ISRO તેના તમામ મિશન આ સ્થળેથી કરે છે.

કેટલીય જાણકારીઓ રાખવામાં આવે છે ગુપ્ત - 
આદિત્ય L-1 ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં રહેલા 7 પેલૉર્સમાંથી 6 ભારતમાં જ બનેલા છે. તે સૂર્યની નજીક નહીં જાય, પરંતુ લેગ્રેન્જ પૉઇન્ટ પર રહેશે અને સૂર્ય પર સંશોધન કરશે. તે કઈ ધાતુથી બનેલી છે તેની માહિતી ISRO દ્વારા આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, સ્પેસ એજન્સી ઇસરો દ્વારા આ મિશન સાથે જોડાયેલી કેટલીક માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. ઈસરોના આ મિશન પર દરેક દેશવાસીઓની જ નહીં પરંતુ અન્ય દેશોના લોકોની પણ નજર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર ભારત એકમાત્ર દેશ છે.

આદિત્ય L1, સુરજથી 14.85 કરોડ કિમીના અંતરથી કરશે અધ્યયન, L1 એટલે કે Larange Point One શું છે?

આજે ISRO એ ભારતના પ્રથમ સૌર મિશન 'આદિત્ય-L1'નું  પ્રક્ષેપણ કરી દીધું છે. તેને આજે સવારે 11.50 કલાકે શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી લોન્ચ કરવામાં આવ્યું. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઈસરોનું આદિત્ય-એલ1 મિશન સૂર્ય પર ઉતરશે. તો સાદો જવાબ છે ના. પૃથ્વીથી સૂર્યનું અંતર લગભગ 150 મિલિયન કિલોમીટર છે. આદિત્ય-L1 મિશન પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર સ્થિત L1 એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ 1 પર જશે. આ સ્થાનથી સૂર્યનું અંતર 14.85 કરોડ કિલોમીટર છે. આદિત્ય-L1 આ લેગ્રેન્જ બિંદુ પરથી સૂર્યનો અભ્યાસ કરશે. અહીં પહોંચવામાં 4 મહિના (લગભગ 127 દિવસ) લાગશે.

L1 એટલે કે Larange Point One શું છે?

આ મિશનને લઈને લોકોના મનમાં બીજો પ્રશ્ન ઊભો થાય છે કે આ લેગ્રેન્જ પોઈન્ટ શું છે? વાસ્તવમાં, તે અવકાશમાં એક એવી જગ્યા છે, જે પૃથ્વી અને સૂર્યની વચ્ચે સીધી રેખામાં આવેલું છે. આ બિંદુ પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે આવેલું છે. સૂર્યનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે, તેથી પૃથ્વીનું પોતાનું છે. અવકાશનું આ  તે બિંદુ છે. જ્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાપ્ત થાય છે અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ શરૂ થાય છે, આ બિંદુને લેગ્રેન્જ બિંદુ કહેવામાં આવે છે. અહીં તે આદિત્ય એલ વન પર જઇને અભ્યાસ કરશે.

નોંધનીય છે કે પૃથ્વી અને સૂર્ય બંનેની ગુરુત્વાકર્ષણની મર્યાદાને કારણે કોઈપણ નાની વસ્તુ ત્યાં લાંબા સમય સુધી રહી શકે છે. આદિત્ય-L1 બંને ગ્રહોના ગુરુત્વાકર્ષણ વચ્ચે ફસાઈ જશે. આનાથી આદિત્ય-એલ1નો ઇંધણનો વપરાશ ઘટશે અને તે લાંબા સમય સુધી કામ કરી શકશે. સૂર્યની સપાટીથી થોડે ઉપર, જેને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે, તેનું તાપમાન લગભગ 5500 ડિગ્રી સેલ્સિયસ છે.તેના કેન્દ્રનું મહત્તમ તાપમાન 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ રહે છે. આવી સ્થિતિમાં કોઈપણ અવકાશયાન માટે ત્યાં જવું શક્ય નથી. તેથી આદિત્ય-L1 ને લેગ્રેન્જ પોઈન્ટ પર સ્થિર રાખવામાં આવશે.

શું કામ કરશે આદિત્ય - L1

આદિત્ય-એલ1 સૂર્યના કોરોનામાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે. આ સાથે સૌર પવનોના વિતરણ અને તાપમાનનો પણ અભ્યાસ કરવામાં આવશે. આ સિવાય તે સૌર વાતાવરણને સમજવાનો પ્રયત્ન કરશે. તે ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૂર્યના બાહ્ય સ્તરો (કોરોના) ને વિવિધ તરંગ બેન્ડમાં અવલોકન કરવા માટે સાત પેલોડ ધરાવે છે. ISRO એ આદિત્ય-L1 મિશનનું પ્રક્ષેપણ લાઈવ જોવા માટે લિંક બહાર પાડી હતી જેનો લાભ લેતા લાખો લોકો આ ઘટનાના સાક્ષી બન્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget