PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નાણા મંત્રાલયે PAN 2.0 પ્રોજેક્ટને લઈને કરદાતાઓના મનમાં ઉદ્ભવતા 11 પ્રશ્નોના જવાબ આપ્યા છે.
PAN 2.0 Project: કરદાતાઓને આગામી દિવસોમાં QR કોડ સાથે PAN કાર્ડ આપવામાં આવશે. PAN 2.0 પ્રોજેક્ટને સોમવારે 25 નવેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. પરંતુ PANને લઈને કરદાતાઓના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમની પાસે પહેલાથી જ પાન કાર્ડ છે, શું તેમણે નવું પાન કાર્ડ લેવું પડશે? નવા PAN માં કોઈ ફેરફાર શક્ય છે કે નહીં? નાણા મંત્રાલયે PAN 2.0 પ્રોજેક્ટને લઈને કરદાતાઓના મનમાં ઉદ્ભવતા 11 પ્રશ્નોના જવાબ આપ્યા છે.
પ્રશ્ન - 1 - PAN 2.0 પ્રોજેક્ટ શું છે?
જવાબ- PAN 2.0 પ્રોજેક્ટ એ આવકવેરા વિભાગનો એક ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ છે જે ટેક્સપેયર્સ રજિસ્ટ્રેશન સર્વિસિસના બિઝનેસ પ્રોસેસમાં નવો ફેરફાર લાવે છે. તેનો ઉદ્દેશ લેટેસ્ટ ટેકનોલોજીના માધ્યમથી PAN સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. આ પ્રોજેક્ટના માધ્યમથી આવકવેરા વિભાગ PAN એલોટમેન્ટ, અપડેશન અને કરેક્શનની પ્રોસેસને કન્સોલિડેટ કરશે. ટેકન સર્વિસિસને પણ આ પ્રોજેક્ટ સાથે મર્જ કરવામાં આવી છે. ઑનલાઇન PAN વેલિડેશન સર્વિસ મારફતે નાણાકીય સંસ્થાઓ, બેન્કો, સરકારી એજન્સીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોને PAN ઓન્થેટિફિકેશન વેલિડેશનની સુવિધા આપવામાં આવશે.
પ્રશ્ન-2 - શું PAN 2.0 હાલના સેટઅપથી અલગ છે?
જવાબ – ઇન્ટીગ્રેશન ઓફ પ્લેટફોર્મ્સ- હાલના સમયમાં PAN સંબંધિત સેવાઓ ત્રણ અલગ-અલગ પોર્ટલ પર હોસ્ટ કરવામાં આવે છે (ઈ-ફાઈલિંગ પોર્ટલ, UTITSL પોર્ટલ, પ્રોટીન ઈ-ગોવ પોર્ટલ) અને PAN/TAN સેવાઓ આવકવેરા વિભાગના એકીકૃત પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવે છે હવે એક યુનિફાઇડ પોર્ટલ પર હોસ્ટ કરવામાં આવશે. નવા પોર્ટલ પર PAN અને TAN એલોટમેન્ટ, અપડેશન, કરેક્શન, ઓનલાઈન PAN વેલિડેશન, તમારા એસેસમેન્ટ ઓફિસરને ઓળખો, આધાર પાન લિંકિંગ, PAN વેરિફિકેશન, ઈ-પાન માટેની વિનંતી અને પાન કાર્ડની રીપ્રિન્ટ જેવી સેવાઓ ઉપલબ્ધ થશે. અને આ સમગ્ર પ્રક્રિયા ટેકનોલોજી દ્વારા પેપરલેસ થશે.
ટેક્સપેયર્સ ફેસિલિટેશન- પાન એલોટમેન્ટ, અપડેશન અથવા કરેક્શન સંપૂર્ણ મફતમાં મળશે. ઇ-પાનને રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડી પર મોકલવામાં આવશે. ફિજિકલ પાન કાર્ડ માટે અરજી કરતી વખતે અરજદારોએ 50 (ઘરેલું) રૂપિયા જમા કરાવવાના રહેશે. ભારતની બહાર કાર્ડની ડિલિવરી માટે 15 રૂપિયા ઉપરાંત ઈન્ડિયા પોસ્ટ તરફથીજે ચાર્જ વસૂલવામાં આવશે તે અરજદારોઓ ચૂકવવાના રહેશે.
પ્રશ્ન – 3 – શું હાલના PAN કાર્ડધારકોએ અપગ્રેડ કરેલ સિસ્ટમ હેઠળ નવા PAN માટે અરજી કરવી પડશે? અને શું PAN નંબર બદલવાની જરૂર છે?
જવાબ - હાલના PAN કાર્ડ ધારકોએ PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ નવા PAN માટે અરજી કરવાની જરૂર નથી.
પ્રશ્ન - 4. શું PAN માં નામ, જોડણી, સરનામામાં ફેરફાર જેવા સુધારા કરવા શક્ય બનશે?
જવાબ - જો PAN ધારકો તેમના હાલના PAN માં ઈમેલ, મોબાઈલ નંબર, સરનામું અથવા નામ અને જન્મ તારીખમાં ફેરફાર કરવા માંગતા હોય તો તેઓ કરેક્શન અથવા અપડેટ કરાવી શકે છે. અને આ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. PAN 2.0 પ્રોજેક્ટ શરૂ થાય ત્યાં સુધી PAN ધારકો આધાર આધારિત ઓનલાઈન સેવાઓ દ્વારા તેમના ઈમેલ, મોબાઈલ નંબર અને સરનામામાં ફેરફાર કરી શકે છે. આ સેવાઓ આ URLs પર મફતમાં ઉપલબ્ધ છે.
PAN વિગતોમાં અપડેશન અથવા સુધારાના અન્ય કોઈપણ કિસ્સામાં PAN ધારકો હાલની પ્રક્રિયાનો ઉપયોગ કરીને ફિઝિકલ સેન્ટર્સ પર જઇને અથવા ચુકવણીના આધારે ઑનલાઇન અરજી કરીને આમ કરી શકે છે.
પ્રશ્ન – 5 – શું મારે PAN 2.0 હેઠળ મારું PAN કાર્ડ બદલવાની જરૂર છે?
જવાબ - ના, પાન કાર્ડ જ્યાં સુધી PAN ધારક કોઈ અપડેટ કે સુધારો ન ઈચ્છે ત્યાં સુધી બદલાશે નહીં. હાલના માન્ય PAN કાર્ડ્સ PAN 2.0 હેઠળ માન્ય રહેશે.
પ્રશ્ન - 6 - ઘણા લોકોએ તેમનું સરનામું બદલ્યું નથી અને તેમનું જૂનું સરનામું છે. નવું PAN કાર્ડ કેવી રીતે પહોંચાડવામાં આવશે? અને નવા પાન કાર્ડની ડિલિવરી ક્યારે થશે?
પ્રશ્ન - જ્યાં સુધી PAN ધારકો તેમના હાલના PAN માં કોઈપણ સુધારા/સુધારણા માટે વિનંતી નહીં કરે ત્યાં સુધી કોઈ નવું પાન કાર્ડ આપવામાં આવશે નહીં. PAN ધારકો જેઓ તેમનું જૂનું સરનામું અપડેટ કરવા માંગે છે તેઓ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરીને મફતમાં કરી શકે છે. નવું સરનામું PAN ડેટાબેઝમાં અપડેટ કરવામાં આવશે.
પ્રશ્ન - 7 - જો નવા પાન કાર્ડ્સ QR કોડ સક્ષમ છે, તો શું જૂના કાર્ડ્સ એ જ રીતે કામ કરવાનું ચાલુ રાખશે? QR કોડ અમને કેવી રીતે મદદ કરશે?
પ્રશ્ન - QR કોડ કોઈ નવી સુવિધા નથી અને તે 2017-18 થી પાન કાર્ડમાં સામેલ છે. PAN 2.0 પ્રોજેક્ટમાં આ ડાયનેમિક QR કોડ PAN ડેટાબેઝમાં લેટેસ્ટ ડેટાબેઝ ડિસ્પ્લે કરશે. QR કોડ વિના જૂના PAN કાર્ડ ધરાવતા PAN ધારકો પાસે હાલની PAN 1.0 ઇકો-સિસ્ટમ તેમજ PAN 2.0 માં QR કોડ સાથે નવા કાર્ડ માટે અરજી કરવાનો વિકલ્પ છે. QR કોડ PAN અને PAN વિગતોની માન્યતામાં મદદ કરે છે. હાલમાં QR કોડ વિગતોની ચકાસણી માટે ચોક્કસ QR રીડર એપ્લિકેશન ઉપલબ્ધ છે. રીડર એપ્લિકેશન વાંચવા પર સંપૂર્ણ વિગતો, એટલે કે ફોટો, સહી, નામ, પિતાનું નામ/માતાનું નામ અને જન્મ તારીખ દર્શાવવામાં આવે છે.
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ