(Source: ECI/ABP News/ABP Majha)
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
Adani Group News Update: અદાણી ગ્રીન એનર્જીએ એક નિવેદન જાહેર કરીને સમાચારને ખોટા ગણાવ્યા હતા
Adani Group News Update: અદાણી ગ્રીન એનર્જીએ એક નિવેદન જાહેર કરીને એ સમાચારને ખોટા ગણાવ્યા હતા જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કંપનીના ડાયરેક્ટર્સ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું, આવા નિવેદનો સંપૂર્ણપણે ખોટા છે. અદાણી ગ્રીન એનર્જીના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ડીઓજેના અભિયોગ અથવા યુએસ એસઈસી સિવિલ ફરિયાદમાં નિર્ધારિત બાબતોમાં FCPAના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી.
Adani Group denies bribery charges against Gautam, Sagar Adani and other executives
— ANI Digital (@ani_digital) November 27, 2024
Read @ANI Story | https://t.co/9pFHOBiHyo#AdaniGroup #GautamAdani pic.twitter.com/fsbLFByZXb
અદાણી ગ્રીન એનર્જીએ બુધવાર, 27 નવેમ્બર, 2024 ના રોજ સ્ટોક સમક્ષ ફાઈલ કરાયેલ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે.
ગૌતમ અદાણી પર લાંચનો આરોપ નથી
અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસમાં ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટના આરોપ મુજબ કોઈ લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી. માત્ર Azure અને CDPQના અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ છે. અદાણી ગ્રીન એનર્જીના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રુપના અધિકારીઓ પર લાંચ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.
FCPA ના ઉલ્લંઘનનો આરોપ નથી
તેના ફાઇલિંગમાં અદાણી ગ્રીન એનર્જીએ અદાણી જૂથના અધિકારીઓ સામે લાંચ અને ભ્રષ્ટાચારના આરોપો પર વિવિધ મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટિંગને ખોટું ગણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે અમારા કેટલાક ડિરેક્ટર્સ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ સંપૂર્ણપણે ખોટા છે. અદાણી ગ્રીન એનર્જીના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણી સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ DOJ આરોપ અથવા યુએસ SEC સિવિલ ફરિયાદમાં નિર્ધારિત બાબતોમાં FCPAના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી.