Aditya L1 Live Streaming: Aditya L1 મિશન લોન્ચિંગને ક્યાં જોઇ શકશો લાઇવ, ઇસરોના સૂર્ય મિશન અંગે જાણો તમામ જાણકારી
Aditya L1 Launch Live Streaming : ચંદ્રયાન-3 ની સફળતા પછી ભારત સૂર્ય મિશન આદિત્ય-L1 લોન્ચ કરવા માટે તૈયાર છે
Aditya L1 Launch Live Streaming Telecast Channel: ચંદ્રયાન-3 ની સફળતા પછી ભારત સૂર્ય મિશન આદિત્ય-L1 લોન્ચ કરવા માટે તૈયાર છે. ઈસરોના વડા એસ સોમનાથે જણાવ્યું કે આજથી આદિત્ય-એલ1ના પ્રક્ષેપણનું કાઉન્ટડાઉન શરૂ થશે. દરમિયાન ભારતના આ સૂર્ય મિશનને લઈને ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં રસ વધ્યો છે. લોકો આ મિશનનું લોન્ચિંગ જોવા માટે ખૂબ રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે આદિત્ય L-1નું લોન્ચિંગ ક્યારે અને ક્યાં જોઈ શકો છો. આ સિવાય આ મિશન શું છે.
PSLV-C57/Aditya-L1 Mission:
— ISRO (@isro) August 30, 2023
The preparations for the launch are progressing.
The Launch Rehearsal - Vehicle Internal Checks are completed.
Images and Media Registration Link https://t.co/V44U6X2L76 #AdityaL1 pic.twitter.com/jRqdo9E6oM
ભારતનું પ્રથમ સૂર્ય મિશન ક્યારે લોન્ચ થશે
આદિત્ય-એલ1ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શુક્રવારથી શરૂ થશે. આ પછી આ મિશન આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે.
તમે રોકેટનું લોન્ચ ક્યાં જોઈ શકશો?
ઈસરોએ આદિત્ય એલ-1નું લોન્ચિંગ દુનિયાને બતાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેની વેબસાઈટ પર સંસ્થાએ શ્રીહરિકોટામાં કેન્દ્રથી આદિત્ય L-1નું લાઈવ લોન્ચ જોવા માટે વ્યૂ ગેલેરી સીટો બુક કરવાનો વિકલ્પ આપ્યો હતો. જો કે, આ માટે માત્ર સીમિત સીટો હતી, જે રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ તરત જ ભરાઇ ગઇ હતી
એટલું જ નહીં, ISROની વેબસાઈટ isro.gov.in પર જઈને લોકો આદિત્ય એલ-1ના લોન્ચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે અને ક્ષણ-ક્ષણ અપડેટ્સ મેળવી શકશે. આ સિવાય યુઝર્સ ઈસરોની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લોન્ચને લાઈવ સ્ટ્રીમ જોઇ શકશે.
આ મિશનથી શું ફાયદો થશે
ઈસરોના મતે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. તારાઓના અભ્યાસમાં તે આપણને સૌથી વધુ મદદ કરી શકે છે. આમાંથી પ્રાપ્ત માહિતી અન્ય તારાઓ, આપણી આકાશગંગા અને ખગોળશાસ્ત્રના ઘણા રહસ્યો અને નિયમોને સમજવામાં મદદ કરશે. સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 15 કરોડ કિલોમીટર દૂર છે. જો કે આદિત્ય L1 આ અંતરના માત્ર એક ટકાને જ કવર કરી રહ્યું છે, પરંતુ આટલું અંતર કાપ્યા પછી પણ તે આપણને સૂર્ય વિશે એવી ઘણી માહિતી આપશે, જે પૃથ્વી પરથી જાણવી શક્ય નથી.