(Source: ECI/ABP News/ABP Majha)
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Arvind Kejriwal News: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ચૂંટણી મોડમાં છે. આવતા વર્ષે યોજાનારી ચૂંટણીઓ માટે પદયાત્રા દ્વારા લોકો વચ્ચે જઈ રહ્યા છે.
Arvind Kejriwal targets BJP: આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોડેલ ટાઉનમાં પદયાત્રા કરી. તેમણે BJPને નિશાન બનાવતા કહ્યું કે 6 મહિનાથી BJPએ દિલ્હીના કામને માત્ર રોક્યું છે. પરંતુ જેવો હું જેલમાંથી બહાર આવ્યો બધા કામ કર્યા.
'એક કામ બતાવો જે BJPએ કર્યું હોય'
અરવિંદ કેજરીવાલે કહ્યું કે BJP નથી ઈચ્છતી કે દિલ્હીવાસીઓના કામ થાય. કેન્દ્ર સરકાર દિલ્હીમાં બેઠી છે. તેમની પાસે અઢળક પૈસા છે પરંતુ કોઈ એક કામ બતાવો જે BJPએ કર્યું હોય. BJP ઈચ્છતી તો દિલ્હીને સ્વર્ગ બનાવી દેતી પરંતુ તેમણે કોઈ પણ કામ નથી કર્યું.
BJPએ યુપી-બિહારની હાલત બગાડી નાંખી
દિલ્હીના સાતેય સાંસદ BJPના છે તે પણ કોઈ કામ નથી કરતા. જો તમે ભૂલથી BJPને વોટ આપ્યો તો તેઓ દિલ્હીને યુપી અને બિહાર બનાવી દેશે. તેમણે યુપી અને બિહારની હાલત ખરાબી કરી દીધી છે.
📍मॉडल टाउन, दिल्ली
— AAP (@AamAadmiParty) November 4, 2024
6 महीने मैं जेल में रहा उस समय LG राज चला रहे थे, अगर BJP और LG चाहते तो 6 महीने में आपके लिए अच्छा काम भी कर सकते थे लेकिन इन्होंने आपके काम रोकने के अलावा कुछ नहीं किया।
अब चिंता मत करना मैं आ गया हूं आपकी सड़कें बननी शुरू हो गई, सीवर की सफाई शुरू होने जा… pic.twitter.com/Qq8zbmVwJR
'માતાઓ-બહેનોના એકાઉન્ટમાં જલ્દી 1000-1000 રૂપિયા'
આ સાથે તેમણે કહ્યું, "6 મહિના હું જેલમાં રહ્યો તે સમયે LG રાજ ચલાવી રહ્યા હતા. જો BJP અને LG ઈચ્છતા તો 6 મહિનામાં તમારા માટે સારું કામ પણ કરી શકતા હતા પરંતુ તેમણે તમારા કામ રોકવા સિવાય કંઈ નથી કર્યું. હવે ચિંતા ના કરો હું આવી ગયો છું. તમારા રસ્તા બનવાનું શરૂ થઈ ગયું છે, ગટરની સફાઈ શરૂ થવા જઈ રહી છે, જ્યાં જ્યાં ગંદું પાણી આવતું હતું ત્યાં સ્વચ્છ પાણી આવવા લાગ્યું છે. માતાઓ-બહેનોના એકાઉન્ટમાં ખૂબ જલ્દી 1000-1000 રૂપિયા આપવાની વ્યવસ્થા કરી રહ્યો છું."
'જેવી જ સરકાર બનશે પાણીનું બિલ માફ કરી દઈશ'
પદયાત્રા દરમિયાન તેમણે કહ્યું, "ચૂંટણીમાં વોટ કોને મળવો જોઈએ, જેણે કામ કર્યું કે તેને જેણે કામને રોક્યું. 10 વર્ષથી દિલ્હીમાં અમારી સરકાર છે. અમે 24 કલાક વીજળી આપી. વીજળી ફ્રી કરી. પાણીના બિલ ઓછા કર્યા. જેવી જ સરકાર બનશે પાણીના બિલ માફ કરી દઈશ."
આ પણ વાંચોઃ