શોધખોળ કરો
Advertisement
મોદીના માસ્ટર સ્ટ્રોકથી બદાલાયું કાશ્મીર, હવે તમે પણ કાશ્મીરમાં ખરીદી શકશો જમીન, જાણો ક્યા મોટા ફેરફાર થશે
હાલ જમ્મુ કાશ્મીરના લોકોને 2 પ્રકારની નાગરિકતા મળી છે. હવે તે ખતમ થઈ જશે અને તે માત્ર ભારતના નાગરિક કહેવાશે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે જમ્મૂ કાશ્મીર પર મોટો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ખત્મ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં રજૂ કર્યો છે. ઉપરાંત રાજ્યસભામાં અમિત શાહે રાજ્ય પુનર્ગઠન બિલ રજૂ કર્યું છે. તે અંતર્ગત જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દેવામાં આવી છે તો હવે આ રાજ્યોમાં કેવા પ્રકારના ફેરફાર આવશે...
આર્ટિકલ 370 મુજબ ભારત સરકારે કોઈપણ કાયદો રાજ્યમાં લાગૂ કરવા માટે જમ્મુ કાશ્મીર સરકારની મંજૂરી લેવી પડતી હતી. હવે આ કલમ હટાવી દેવાથી રાષ્ટ્રપતિની મંજૂરીથી કેન્દ્ર સરકાર કોઈ પણ કાયદો જમ્મુ કાશ્મીરમાં લાગુ કરી શકે છે.
જમ્મુ કાશ્મીરમાં પણ હવે અન્ય રાજ્યોની જેમ વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો થઈ જશે. આ પહેલા કાર્યકાળ 6 વર્ષનો હતો.
જમ્મુ કાશ્મીર પાસે હાલ કાશ્મીરનો અલગ ધ્વજ હતો. હવે કલમ 370 હટી જતા તિરંગો જ તેનો રાષ્ટ્રધ્વજ બનશે. ઉપરાંત હવે જમ્મુ કાશ્મીરમાં જમીન મકાન સહિતની સંપત્તિની ખરીદી શકશે.
હાલ જમ્મુ કાશ્મીરના લોકોને 2 પ્રકારની નાગરિકતા મળી છે. હવે તે ખતમ થઈ જશે અને તે માત્ર ભારતના નાગરિક કહેવાશે.
જો કોઈ કાશ્મીરી યુવતી અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે તો તેની કાશ્મીરની નાગરિકતા ખતમ થઇ જાય છે પરંતુ હવે કલમ 370 હટી ગયા બાદ આવું નહીં થાય. બંને ભારતના જ નાગરિક કહેવાશે.
370 મુજબ પાકિસ્તાની યુવક કાશ્મીરની યુવતી સાથે લગ્ન કરે તો તેમને આપોઆપ ભારતની નાગરિકતા મળી જાય છે પરંતુ 370 હટી જતાં તે ભારતનો નાગરિક નહીં બને.
370 હટી જતાં જમ્મુ કાશ્મીર રાજ્યની સરકારી નોકરીમાં અન્ય રાજ્યના ઉમેદવાર પણ અરજી કરી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement