શોધખોળ કરો

India ICC Membership: આઝાદી પછી ટીમ ઈન્ડિયા પર ICCનું સભ્ય ગુમાવવાનો હતો ખતરો, નેહરુના આ નિર્ણયે બચાવી લીધુ

India ICC Membership: આજે ક્રિકેટ જગતમાં ભારતની સ્થિતિ એક સુપર પાવરની છે. ભારત પાસે સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક છે જે હવે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 જીતવાની આરે છે.

દેશમાં તહેવારની જેમ મનાવવામાં આવતી આ રમતની સફર અત્યાર સુધી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહી છે, પરંતુ શું તમે જાણો છો કે 1947માં ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળ્યા બાદ ભારતીય ક્રિકેટને ICC સભ્યપદ ગુમાવવાનો ખતરો શરૂ થયો હતો અને ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના નિર્ણયને કારણે સભ્યપદ અકબંધ રહ્યું. તો બીજી તરફ, વૈશ્વિક ક્રિકેટ સંસ્થા ICC એ ઈમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ તરીકે જાણીતી હતી, જે તે સમયે બ્રિટિશ રાજાશાહીના આશ્રય હેઠળ હતી. હવે ICC આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ તરીકે ઓળખાય છે.

કોમનવેલ્થ સભ્યપદે ભારતીય ક્રિકેટમાં ભૂમિકા ભજવી હતી

કોમનવેલ્થની સદસ્યતાએ ભારત માટે વૈશ્વિક સંસ્થાના સભ્ય રહેવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. વાસ્તવમાં, 1947માં ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી તે પછી પણ, નવી સરકારે બ્રિટિશ રાજાને ત્યાં સુધી સ્વીકાર્યું જ્યાં સુધી તે પ્રજાસત્તાક ન બન્યું, એટલે કે દેશમાં બંધારણ અપનાવવામાં આવ્યું ત્યાં સુધી.

તે જ સમયે, કોંગ્રેસ પાર્ટી ઇચ્છતી હતી કે ભારત એક પ્રજાસત્તાક બને અને બ્રિટિશ રાજાશાહી સાથેના તમામ સંબંધો તોડી નાખે. તે દરમિયાન તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી અને વિપક્ષી નેતા વિન્સ્ટન ચર્ચિલે ભારતને કોમનવેલ્થનો હિસ્સો બનવાની ઓફર કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભારતના કોમનવેલ્થનો ભાગ હોવાના વિચારનો વિરોધ કરતા હતા અને માનતા હતા કે સ્વતંત્રતા મળ્યા પછી બ્રિટિશ તાજ સાથે કોઈ રાજકીય અથવા બંધારણીય સંબંધો જાળવવા જોઈએ નહીં.

નેહરુ ભારતને કોમનવેલ્થમાં રાખવા સંમત થયા હતા

તેમના પુસ્તક 'નાઈન વેવ્સઃ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટોરી ઓફ ઈન્ડિયન ક્રિકેટ'માં બ્રિટિશ-ભારતીય પત્રકાર મિહિર બોઝ લખે છે કે ચર્ચિલે સૂચવ્યું હતું કે, ભારત ભલે પ્રજાસત્તાક બની જાય તો પણ દેશ કોમનવેલ્થની અંદર પ્રજાસત્તાક રહી શકે છે અને રાજાને સ્વીકારી શકે છે. અંગ્રેજ રાજાને પણ આ વિચાર ગમ્યો. નેહરુ ભારતને કોમનવેલ્થમાં રાખવા સંમત થયા.

આ રીતે ભારત બન્યું ICCનું કાયમી સભ્ય 

માહિર બોસે પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે 19 જુલાઈ 1948ના રોજ લોર્ડ્સમાં ઈમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ (ICC)ની બેઠક મળી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત ICCનું સભ્ય રહેશે પરંતુ તે માત્ર અસ્થાયી ધોરણે સભ્ય રહેશે. ભારતની ICC સદસ્યતા બે વર્ષ પછી ફરીથી સંશોધિત કરવામાં આવશે. ICCના નિયમ 5માં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ દેશ બ્રિટિશ કોમનવેલ્થનો સભ્ય નથી, તો તેનું સભ્યપદ બંધ થઈ જશે.

જૂન 1950માં આઈસીસીની આગામી બેઠક યોજાઈ ત્યાં સુધીમાં ભારતે પોતાનું બંધારણ અપનાવી લીધું હતું પરંતુ દેશ સરકાર પર બ્રિટિશ રાજાશાહીના કોઈ પણ અધિકાર વિના કોમનવેલ્થનો સભ્ય પણ રહ્યો હતો. આખરે, ભારતની કોમનવેલ્થ સભ્યપદને ધ્યાનમાં રાખીને, ICC એ ભારતને કાયમી સભ્ય બનાવ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget