Rohingya Refugees: રોહિંગ્યાને EWS ફ્લેટમાં શિફ્ટ કરવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથીઃ ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ગૃહ મંત્રાલયે રોહિંગ્યાઓને EWS ફ્લેટમાં સ્થાનાંતરિત કરવાનો કોઈ નિર્ણય લીધો નથી.
Ministry of Home Affairs on Rohingya Refugees: ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ગૃહ મંત્રાલયે રોહિંગ્યાઓને EWS ફ્લેટમાં સ્થાનાંતરિત કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. ગૃહ મંત્રાલયે ટ્વિટ કરી જણાવ્યુ હતુ કે રોહિંગ્યા ગેરકાયદેસર પ્રવાસીઓને લઇને મીડિયા અહેવાલોના સંદર્ભમાં સ્પષ્ટ કરવામાં આવે છે કે ગૃહ મંત્રાલયે રોહિંગ્યાઓને નવી દિલ્હીના બક્કરવાલા ખાતે EWS ફ્લેટ આપવા માટે કોઈ નિર્દેશ આપ્યા નથી.
With respect to news reports in certain sections of media regarding Rohingya illegal foreigners, it is clarified that Ministry of Home Affairs (MHA) has not given any directions to provide EWS flats to Rohingya illegal migrants at Bakkarwala in New Delhi.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) August 17, 2022
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી સરકારે રોહિંગ્યાઓને નવી જગ્યાએ સ્થાનાંતરિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. MHA એ GNCTD ને નિર્દેશ આપ્યો છે કે તે સુનિશ્ચિત કરે કે રોહિંગ્યા ગેરકાયદેસર વિદેશીઓ હાલના સ્થાને રહેવાનું ચાલુ રાખે કારણ કે MHA (ગૃહ મંત્રાલય) એ પહેલાથી જ MEA (વિદેશ મંત્રાલય) દ્વારા સંબંધિત દેશ સાથે તેમના દેશનિકાલનો મામલો ઉઠાવ્યો છે.
ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે કાયદા મુજબ ગેરકાયદેસર વિદેશીઓને તેમના દેશનિકાલ સુધી અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવશે. દિલ્હી સરકારે હાલના સ્થળને ડિટેન્શન સેન્ટર તરીકે જાહેર કર્યું નથી. તેઓને તાત્કાલિક આવું કરવા સૂચના આપવામાં આવી છે.
આ પહેલા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ ન્યૂઝ એજન્સી ANIની સ્ટોરીને ટ્વીટ કરી કહ્યું હતું કે જે લોકો ભારતની શરણાર્થી નીતિ વિરુદ્ધ ખોટી અફવા ફેલાવે છે અને તેને CAA સાથે જોડે છે તેઓ નિરાશ થશે. ભારત 1951 યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી કન્વેન્શનનું પાલન કરે છે અને રંગ, ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વિના જરૂરિયાતમંદોને આશ્રય આપે છે.
પુરીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે ભારતે હંમેશા તે લોકોનું સ્વાગત કર્યું છે જેમણે દેશમાં આશ્રય માંગ્યો છે. ઐતિહાસિક નિર્ણયમાં તમામ રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં સ્થિત ફ્લેટમાં શિફ્ટ કરવામાં આવશે. તેમને મૂળભૂત સુવિધાઓ UNHCR (યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી દ્વારા જાહેર કરાયેલ) ઓળખ કાર્ડ અને દિલ્હી પોલીસની ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવામાં આવશે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના ફ્લેટ બાંધવામાં આવ્યા છે અને તે ટિકરી સરહદ નજીક બક્કરવાલા વિસ્તારમાં આવેલા છે.