શરદ પવાર- પ્રશાંત કિશોરની મુલાકાત બાદ એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું- ભાજપ વિરોધી પક્ષોએ....
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને રાષ્ટ્રીવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર વચ્ચે મુલાકાતના એક દિવસ બાદ આજે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે 2024 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરોધી પક્ષોએ મહાગઠબંધન બનાવવાની જરુર છે.
મુંબઈ: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને રાષ્ટ્રીવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર વચ્ચે મુલાકાતના એક દિવસ બાદ આજે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે 2024 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરોધી પક્ષોએ મહાગઠબંધન બનાવવાની જરુર છે.
પ્રશાંત કિશોરે શુક્રવારે મુંબઈ સ્થિત શરદ પવારના ઘરે તેમની સાથે મુલાકાત કરી હતી. આશરે ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ બેઠકમાં શુ વાત થઈ, તેના વિશે કોઈ સમાચાર નથી.
ભાજપ વિરોધી પક્ષોને સાથે લાવવાના પ્રયાસ થશે
એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું, આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરોધી પક્ષોના મહાગઠબંધનની જરુર છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે પણ ભાજપનો મુકાબલો કરવા માટે તમામ પક્ષોને રાષ્ટ્રીય ગઠબંધનની વાત કરી છે. સ્પષ્ટ છે કે ચૂંટણી સલાહકાર પ્રશાંત કિશોરને આંકડા અને સૂચનાઓની સંપૂર્ણ જાણકારી હોય છે. એવામાં 3 કલાકની આ ચર્ચામાં આ મુદ્દો પણ જરૂર આવ્યો હશે.'
મહત્વનું છે કે ગયા મહિને શિવસેના નેતા સંજય રાઉતે રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી દળોના ગઠબંધનની જરૂરત જણાવતા કહ્યું હતું કે તેમને આ મુદ્દા પર શરદ પવાર સાથે વાત કરી છે. આ પહેલા તેમણે એમ પણ કહ્યું હતું કે યુપીએનું પુર્નગઠન થવું જોઈએ અને આ નવા મોર્ચાનું નેતૃત્વ પવાર જેવા વરિષ્ઠ નેતાઓને કરવું જોઈએ. જેથી મોર્ચો બીજેપીના મજબૂત વિકલ્પના રૂપમાં ઉભરી શકે.