શોધખોળ કરો
Advertisement
ટોચના નેતા ઘરેથી ફરવા નિકળ્યા ને પછી રેલ્વેના પાટા પર મળી લાશ, જાણો સુસાઈડ નોટમાં શું લખ્યું ?
કડુર પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. જેમાં 15 ડિસેમ્બરની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
બેંગલુરુઃ કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યટી સ્પીકર અને જેડીએસ નેતા એસ એલ ધર્મગૌડાએ ચિકમગલૂરના કડ્ડુરમાંટ ટ્રેન આગળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. તેમનો મૃતદેહ બે ટુકડામાં રેલવે ટ્રેક પર મળ્યો હતો. ધર્મગૌડાની આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કડુર પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. જેમાં 15 ડિસેમ્બરની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જે મુજબ કોંગ્રેસ નેતાઓ ધક્કા મુક્કી કરી હતી અને ખુરશીમાંથી પછાડી દીધા હતા. જાણકારી મુજબ તેઓ આ ઘટના બાદ પરેશાન હતા.
કોંગ્રેસ ચેરમેનની નિમણૂકનો વિરોધ કરતી હતી. ડેપ્યુટી ચેરમેન જેવા ચેર પર બેઠા કે હંગામો શરૂ કરી દીધો અને કોંગ્રેસના વિધાન પરિષદના સભ્યોએ ડેપ્યુ ચેરમેનને ખુરશીમાંથી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના એમએલસી વચ્ચે બબાલ થઈ હતી. આ ગેરશિસ્ત પછી ધર્મગોવડા ખૂબ અપસેટ રહેતા હતા એમ તેમની નિકટનાં સૂત્રોએ કહ્યું. હતું.
આ ઘટનાને લઇને પૂર્વ પ્રધામંત્રી એચ. ડી. દેવગૌડાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. દેવગૌડાએ કહ્યું કે આ દુઃખ અને આશ્ચર્ય કરનારી વાત છે કે ડેપ્યુટી ચેરમેને આત્મહત્યા કરી લીધી છે. તેઓ શાનદાર માણસ હતા. તેમનું મૃત્યું રાજ્ય માટે મોટુ નુકસાન છે. કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion