શોધખોળ કરો
Advertisement
કોલકત્તામાં વિપક્ષની રેલી પર ભાજપે કહ્યું- આ ભ્રષ્ટ નેતાઓની એકતાની રેલી છે
નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્ધારા કોલકત્તામાં બોલાવવામાં આવેલી રેલી પર નિશાન સાધતા કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, જે લોકો અગાઉ એક બીજા સામે જોઇ પણ શકતા નહોતા તેઓ આજે એક સાથે આવ્યા છે. તેમના ભાષણથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તેમનો એક જ એજન્ડા છે. નરેન્દ્ર મોદીને હટાવવાનો. તેમની પાસે ભારતના વિકાસને લઇને ભવિષ્યનો કોઇ રોડમેપ નથી.
કોલકત્તામાં આયોજીત આ રેલીમાં તમામ વિપક્ષ પાર્ટીઓ એક મંચ પર જોવા મળી હતી. તમામ નેતાઓએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રસાદે કહ્યું કે, કોઇએ મજાકમાં કહ્યું છે કે અમારો નેતા દેશની જનતા પસંદ કરશે, દેશની પ્રજા પસંદ કરે તે અગાઉ તમારે એક નેતાનું નામ આપવું પડશે. રાહુલ ગાંધી, માયાવતી, મમતાજી સિવાય કેટલાક પ્રાદેશિક નેતાઓ પણ છે જેમની વડાપ્રધાન બનવાની ઇચ્છા છે.
ભાજપના મહાસચિવ રાહુલ સિન્હાએ કહ્યું કે, ફક્ત નરેન્દ્ર મોદીજીને હરાવવા માટે તમામ ભ્રષ્ટ નેતાઓ એક થયા છે અને એ વાત પણ સત્ય છે કે આખું ભારત આ ભ્રષ્ટ નેતાઓ અને રાષ્ટ્ર વિરોધી નેતાઓને હરાવવા માટે મોદીજીની સાથે મજબૂતીથી ઉભું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement