Agnipath Protest Live: ભરતી પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં કરાય, સેનાએ અગ્નિપથ યોજના પર પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી
Agnipath Row: સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણેય સેનાના વડાઓને મળશે.
LIVE
Background
Agnipath Protest: સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણેય સેનાના વડાઓને મળશે. કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં અગ્નિપથ યોજના પર ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી આર્મી સ્ટાફ, એરફોર્સ અને નેવી ચીફ સાથે મુલાકાત કરીને આ અંગે ચર્ચા કરશે. અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશના 13 રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ શું કહ્યું
લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે અગ્નિપથ યોજના ત્રણ બાબતોને સંતુલિત કરે છે, પ્રથમ સશસ્ત્ર દળોના યુવા પ્રોફાઇલ, તકનીકી જ્ઞાન અને સેનામાં જોડાવા માટે મૈત્રીપૂર્ણ લોકો, ત્રીજું વ્યક્તિને ભવિષ્ય માટે તૈયાર કરે છે. તેમણે કહ્યું કે આ આપણા દેશની સુરક્ષાનો મામલો છે. કોઈએ એવી અફવા ફેલાવી કે જૂના આર્મી જવાનોને અગ્નિવીર યોજના હેઠળ મોકલવામાં આવશે, આ ખોટી માહિતી છે.
અગ્નિપથ યોજનાને લઈને સંરક્ષણ મંત્રાલયે યોજી પ્રેસ કોન્ફરન્સ
અગ્નિપથ યોજનાને લઈને સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં, સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ, લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે ભરતી પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેજિમેન્ટલ પ્રક્રિયા યથાવત રહેશે. અમે બાંયધરી લઈશું અને ઉમેદવારોએ એક પ્રમાણપત્ર આપવું પડશે કે તેઓ કોઈપણ આગચંપી કે તોડફોડમાં સામેલ નથી.
અગ્નિપથ યોજનાને લઈ પ્રેસ કોન્ફરન્સ
#WATCH Live | Ministry of Defence briefs the media on Agnipath recruitment scheme https://t.co/2kzE7RX8b3
— ANI (@ANI) June 21, 2022
અગ્નિપથ યોજનાને લઈ એનએસએ અજીત ડોભાલે શું કહ્યું ?
#WATCH LIVE | NSA Ajit Doval speaks to ANI's Smita Prakash on the #AgnipathRecruitmentScheme and other internal security issues https://t.co/DJ87xXO8j9
— ANI (@ANI) June 21, 2022
એરફોર્સમાં અગ્નિપથ યોજનાનું રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે
એરફોર્સમાં અગ્નિપથ રિક્રૂટમેંટ સ્કીમ માટે 24 જૂનથી રજિસ્ટ્રેશન શરૂ થશે. 5 જુલાઈ અંતિમ તારીખ છે. 24 જુલાઈથી ઓનલાઈન એક્ઝામિનેશન શરૂ થશે.
Registration for #AgnipathRecruitmentScheme starts from 24th June 2022 and ends on 5th July 2022. Online examination starts from 24th July 2022. For details, visit https://t.co/m1PWhr2qbR: Indian Air Force pic.twitter.com/xAfY0V3Cnw
— ANI (@ANI) June 21, 2022