શોધખોળ કરો
તમિલનાડૂ: લોકસભા ચૂંટણી માટે ભાજપે AIADMK સાથે કર્યું ગઠબંધન, પાંચ બેઠકો પર લડશે ચૂંટણી

ચેન્નઈ: ભારતીય જનતા પાર્ટી અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) આગમી લોકસભા ચૂંટણીમાં સાથે મળીને લડશે. મંગળવારે બંને પક્ષોના નેતાઓએ તમિલનાડૂ અને પુડુચેરી માટે ગઠબંધનની જાહેરાત કરી હતી. ભાજપને પાંચ લોકસભા બેઠકો આપવામાં આવી છે. અન્નાદ્રમુકના નેતા અને તમિલનાડૂના નાયબ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે કેંદ્રીય મંત્રી અને ભાજપના નેતા પીયૂષ ગોયલ સાથે પત્રકાર પરિષદ કરી જાણકારી આપી હતી.
પન્નીરસેલ્વમે કહ્યું, લોકસભા ચૂંટણીમાં ભાજપ પાંચ બેઠકો પર ચૂંટણી લડશે. અમે તમિલનાડૂ અને પુડુચેરીમાં સાથે ચૂંટણી લડીશું. પીયૂષ ગોયલે કહ્યું, અમે તમિલનાડૂમાં 21 બેઠકો પર યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં એઆઈડીએમકેનું સમર્થન કરશું. અમે રાજ્યમાં પન્નીરસેલ્વમ અને પલાનીસામીના નેતૃત્વમાં ચૂંટણી લડશું અને કેંદ્રમાં મોદીના નેતૃત્વમાં ચૂટણી લડશું.Tamil Nadu Deputy CM and AIADMK leader O Panneerselvam: BJP will contest on 5 seats in Lok Sabha elections & we will be contesting together in Tamil Nadu & Puducherry https://t.co/SpzCpy2utz
— ANI (@ANI) 19 February 2019
આજે એઆઈડીએમકે દ્વારા પીએમકે સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી. પીએમકેના સાત બેઠકો આપવામાં આવશે. પીએમકેને રાજ્યસભાની પણ એક બેઠક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.Piyush Goyal, BJP: We will support AIADMK in the by-elections on 21 assembly seats in Tamil Nadu. We have agreed to contest elections in the leadership of OPS & EPS in state & in leadership of Modi Ji in center pic.twitter.com/2nUZAPHiaM
— ANI (@ANI) 19 February 2019
વધુ વાંચો






















