Air Force Day 2023: આજે ઈન્ડિયન એરફોર્સનો 91મો સ્થાપના દિવસ, આનંદ મહિંદ્રાએ વીડિયો શેર કરી શુભેચ્છા પાઠવી
આજે ભારતીય વાયુસેનાનો 91મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે વાયુસેનાના નવા ધ્વજનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: આજે ભારતીય વાયુસેનાનો 91મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે વાયુસેનાના નવા ધ્વજનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. 72 વર્ષ બાદ વાયુસેનાની શ્રેષ્ઠતાને દર્શાવવા માટે વાયુસેનાના નવા ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું છે. રવિવારે પ્રયાગરાજમાં વાર્ષિક એરફોર્સ ડે પરેડમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં 8 ઓક્ટોબરનો દિવસ મહત્વનો હતો. આ ઐતિહાસિક દિવસે એર ચીફે નવા ધ્વજનું અનાવરણ કર્યું છે.
દેશના જાણીતા બિઝનેસમેન આનંદ મહિંદ્રાએ X પર વીડિયો પોસ્ટ કરી ભારતીય વાયુસેનાને શુભેચ્છાઓ આપી છે. આનંદ મહિંદ્રાએ વીડિયો શેર કરીને લખ્યું, 'હાલના સમયે દુનિયામાં જે ચાલી રહ્યું છે તે યાદ અપાવવા માટે પૂરતુ છે કે આપણે આપણા આકાશના રક્ષકો માટે પોતાનું સમર્થન વધારવું જોઈએ. તેઓ આપણને અને આપણા પરિવારને સુરક્ષિત રાખે છે. ' જય હિંદ
What’s happening right now in the world is enough of a reminder that we must amplify our support for the guardians of our skies. They keep us & our families safe. No amount of gratitude would be enough. Jai Hind #AirForceDay
— anand mahindra (@anandmahindra) October 8, 2023
pic.twitter.com/rgFNwouPsA
આનંદ મહિંદ્રાએ પોતાના X પર 11 મીનિટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઈન્ડિયન એરફોર્સની કામગીરી બતાવવામાં આવી રહી છે. ભારતીય વાયુસેના કઈ રીતે દેશની સુરક્ષા માટે કામ કરે છે તે આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે.
આ વાયુસેના દિવસ દેશભરમાં ભવ્ય પરેડ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય વાયુસેનાના જવાનોને તેમની સમર્પિત સેવા માટે સન્માનિત કરવામાં આવે છે.
એરફોર્સ ડે પરેડ એ વાયુસેનાની સ્થાપનાની યાદમાં આયોજિત વાર્ષિક કાર્યક્રમ છે. આ પરેડ રાષ્ટ્રની સુરક્ષામાં ભારતીય વાયુસેનાની ક્ષમતાઓ અને સમર્પણને દર્શાવે છે.