પ્લેનની જેમ ટ્રેન ટિકિટ પર પણ મળે છે આ સુવિધાઓ, મુસાફરી કરતા પહેલા જાણી લો
ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ ખૂબ જ સારો છે. ભારતીય રેલ્વે દરરોજ ઘણા મુસાફરોને ઝડપથી અને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાનું કામ કરે છે.

Indian railway rules : ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ ખૂબ જ સારો છે. ભારતીય રેલ્વે દરરોજ ઘણા મુસાફરોને ઝડપથી અને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાનું કામ કરે છે. લોકો ગામડાઓ અને શહેરોમાં લાંબી મુસાફરી માટે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ટ્રેનમાં મુસાફરી કરવાનું એક મુખ્ય કારણ એ છે કે તેનું ભાડું ખૂબ ઓછું અને સામાન્ય લોકોને પોસાય તેવું હોય છે.
શું તમે જાણો છો કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમને ટ્રેન ટિકિટ પર કઈ મફત સુવિધાઓ મળે છે, જે તમારી મુસાફરીને વધુ સારી અને આરામદાયક બનાવી શકે છે. તો ચાલો જાણીએ કે IRCTC તમને ટ્રેન ટિકિટ પર કઈ સુવિધાઓ પૂરી પાડે છે.
મફત ભોજન અને લોકર રૂમની સુવિધાઓ
રાજધાની, દુરંતો અથવા શતાબ્દી જેવી કેટલીક પ્રીમિયમ ટ્રેનોમાં જો મુસાફરી દરમિયાન ટ્રેન 2 કલાકથી વધુ મોડી પડે છે તો તમે મફત ભોજનની સુવિધા મેળવી શકો છો. આ ઉપરાંત, રેલ મુસાફરી દરમિયાન ઘણી વખત ટ્રેનો મોડી આવે છે અથવા અન્ય કોઈ કારણોસર તમારે રાત સ્ટેશનની બહાર રહેવું પડે છે, તેથી આવી સ્થિતિમાં તમે તમારા સામાનને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ ઓછા ભાવે લોકર અથવા ક્લોકરૂમનો ઉપયોગ કરી શકો છો. જો ટ્રેન મોડી પડે છે તો તમે તમારી ટિકિટના વર્ગના આધારે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં મફતમાં આરામ કરી શકો છો. અહીં બે પ્રકારના રૂમ છે, એસી અને નોન-એસી. આ સિવાય પણ પ્રીમિયમ અને અન્ય બીજી ટ્રેનોમાં મુસાફરો માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. તમે તેેનો ઉપયોગ કરી શકો છો.
મફત તબીબી સારવાર
જો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમારી તબિયત બગડે છે અથવા તમને અસ્વસ્થતા લાગે છે તો તમે રેલ્વેના હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને જાણ કરી શકો છો. આમ કરીને તમે ટ્રેનમાં મફત સારવાર અને દવા મેળવી શકો છો. આ ઉપરાંત, જો તમને ટ્રેનની મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમે તમારી ફરિયાદ ઓનલાઈન અથવા ઓફલાઈન નોંધાવી શકો છો. તમે રેલ્વે દ્વારા જારી કરાયેલ હેલ્પલાઈન નંબર પર જઈને અથવા pgportal.gov.in પર જઈને પણ આ ફરિયાદ નોંધાવી શકો છો.





















