શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશ: જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ વધુ એક કોંગ્રેસ નેતા કમલનાથ સરકારથી નારાજ, જાણો
કમલનાથ સરકાર સામે પોતાના જ નેતાઓ દ્વારા નારાજગીને લઇ વિપક્ષને પણ પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે.
ભોપાલ: મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે કડવાશ છે તે સૌ કોઈ જાણે છે. ત્યારે હવે શિવરાજ સિંહ સરકાર દરમિયાન વિપક્ષના નેતા રહેલા અજય સિંહે પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.
મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા રહેલા અજય સિંહે શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, હું ઘણા વિકાસના કામો કરવા માંગુ છું, યુવાનોને રોજગાર આપવા માંગુ છું અને અહીં સિંચાઈ પ્રણાલીમાં સુધારો કરવા ઇચ્છુ છું. પરંતુ મારી વાતને સાંભળવામાં નથી આવતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે સરકારે રાજ્યમાં ખેડૂતોમાં કરવામાં આવેલા દેવામાફીના વાયદાને પૂરો નથી કર્યો.
જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ હવે કોંગ્રેસ નેતા અજયસિંહે પણ કમલનાથ સરકાર વિરુદ્ધમાં નિવેદન આપ્યું છે. કમલનાથ સરકાર સામે પોતાના જ નેતાઓ દ્વારા નારાજગીને લઇ વિપક્ષને પણ પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે.Ajay Singh, former Leader of Opposition in Madhya Pradesh Assembly & Congress leader: I wanted to execute many development works, provide employment to the youth and improve irrigation system here. But my voice is not being heard now. (28.02.2020) pic.twitter.com/F2gHKgVDFJ
— ANI (@ANI) February 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement