શોધખોળ કરો
અખિલેશ યાદવે કર્યો NPRનો વિરોધ, કહ્યું- સમાજવાદી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નહી ભરે ફોર્મ
દેશભરમાં NRCને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે તેઓ નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)માં પોતાની નોંધણી નહીં કરાવે.
લખનઉ: દેશભરમાં NRCને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે તેઓ નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)માં પોતાની નોંધણી નહીં કરાવે. અખિલેશ યાદવે કહ્યું, ભાજપ એ નહીં નક્કી કરે કે કોણ ભારતનો નાગરિક છે અને કોણ નહીં. અખિલેશે કહ્યું યુવાઓને રોજગાર જોઇએ, નહી કે એનપીઆર. અખિલેશે કહ્યું સમાજવાદી પાર્ટીનો કોઈ કાર્યકર્તા એનપીઆરનું ફોર્મ નહી ભરે.
અખિલેશ યાદવે કહ્યું, રાજ્યમાં સરકાર બનતા જ યુવાનો પર કરવામાં આવેલા કેસ અમે પરત લઇશું. અખિલેશે કહ્યું અમે સંવિધાન બચાવા ઇચ્છીએ છીએ, પરંતુ જેનાથી મુકાબલો છે તેઓ સંવિધાનને કંઇ નથી સમજતા. યુવાઓને રોજગાર જોઇએ કે એનપીઆર ? ભાજપના લોકો નક્કી નહીં કરે કે અમે નાગરિક છીએ કે નહીં. મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રસ્તો બતાવ્યો હતો. તેમણે કેટલાક કાર્ડ સળગાવી દીધા હતા. અહીં અમે પહેલા હોઇશું જેઓ NPRનાં ફૉર્મ નહીં ભરે. હું કોઈ ફૉર્મ ભરવા નથી જઇ રહ્યો. અખિલેશે કહ્યું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની ખુરશી બચાવવા માટે અન્યાય કરી રહ્યા છે. તમામ સીસીટીવી ફુટેજ અને વિડીયો છે. સરકાર બનતા અમે તપાસ કરીશુ અને જે દોષી હશે તેમના પર કાર્યવાહી કરીશુ.Samajwadi Party leader Akhilesh Yadav in Lucknow: If need arises, I will be the first one who will not fill any form, but the question is if you will support or not. Hum nahi bharte NPR, kya karenge aap? pic.twitter.com/Fb0bSnjXYv
— ANI UP (@ANINewsUP) December 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement