શોધખોળ કરો

માયાવતી-અખિલેશનો મેગા પ્લાન, સાત એપ્રિલથી સાથે મળીને રાજ્યમાં કરશે 11 રેલીઓ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ગઠબંધન બાદ હવે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના વડાઓ સુંયુક્ત રીતે રેલીઓ કરી મતદારોને મનાવવાનો પ્રયાસ કરશે. ઉત્તર પ્રદેશમાં સપા, બસપા અને રાષ્ટ્રીય લોક દળ વચ્ચે ગઠબંધન થયું છે એવામાં અખિલેશ યાદવ, માયાવતી અને અજિત સિંહ સાથે મળીને રાજ્યમાં 11 રેલીઓ કરશે. સપાના રાષ્ટ્રીય સચિવ અને પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપાના પ્રમુખ માયાવતી અને આરએલડી પ્રમુખ ચૌધરી અજિત સિંહ સંયુક્ત રેલીઓની શરૂઆત સાત એપ્રિલથી કરશે જે 16 મે સુધી ચાલશે. આ દરમિયાન ત્રણેય દળના ટોચના નેતાઓ 11 રેલીઓ કરશે. પ્રચાર સામગ્રી, પાર્ટી ધ્વજમાં આ તમામ નેતાઓની તસવીરો અને ચૂંટણી ચિન્હન સંયુક્ત રીતે જોવા મળશે. ત્રણેય નેતાઓ રેલીઓ કરીને પોતાના કાર્યકર્તાઓને કેન્દ્ર અને રાજ્યમાં સત્તા ધરાવતી બીજેપી વિરુદ્ધ એકજૂથ થવાનો સંદેશ આપશે. ચૌધરીએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ગઠબંધને પોતાના ઉમેદવારોની જીત અને ભાજપ સામે લડવા માટે સંયુક્ત રેલીઓ કરવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત રેલીઓથી એ સંદેશ જશે કે ગઠબંધનમાં સામેલ દળોના કાર્યકર્તાઓ એક છે અને તે બીજેપીને હરાવવા માટે તૈયાર છે. પ્રથમ રેલી સાત એપ્રિલના રોજ દેવબંદમાં થશે. જેમાં સહારનપુર, કૈરાના, બિજનૌર અને મુઝફ્ફરનગર બેઠકના કાર્યકર્તાઓ સામેલ થશે. જ્યારે 13 એપ્રિલના રોજ બદાયૂ લોકસભા ક્ષેત્રમાં રેલી થશે. રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, 16 એપ્રિલના રોડ આગ્રા, 19 એપ્રિલ મૈનપુરી, 20 એપ્રિલ રામપુર, 25 એપ્રિલના રોજ કન્નૌજમાં રેલી થશે.નોંધનીય છે કે મૈનપુરી બેઠક પરથી મુલાયમ સિંહ યાદવને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે એક મેના રોજ ફૈઝાબાદમાં યોજાનારી સંયુક્ત રેલીમા બારાબંકી, ફૈઝાબાદ અને બહરાઇચ લોકસભા ચૂંટણીના કાર્યકર્તાઓ સામેલ થશે. તે સિવાય આઠ મેના રોજ આઝમગઢમાં રેલી યોજાશે. 13મે ના રોજ ગોરખપુર, મહારાજગંજ અને કુશીનગર લોકસભા ચૂંટણી માટે સંયુક્ત રેલી ગોરખપુરમાં થશે. જ્યારે ગઠબંધનની અંતિમ રેલી 16 મેના રોજ વારાણસીમાં યોજાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસDelhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Stock Market: સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
VIDEO: પાકિસ્તાની મુસ્લિમ છોકરીનો મોટો દાવો  - 'ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે...'
VIDEO: પાકિસ્તાની મુસ્લિમ છોકરીનો મોટો દાવો - 'ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે...'
Embed widget