શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુરદાસપુર બેઠકથી ભાજપ બોલિવૂડના આ અભિનેતાને ઉતારશે મેદાનમાં! જાણો વિગતે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપ પંજાબમાં પોતાના જૂના સહયોગી શિરોમણી અકાલી દલ સાથે મેદાનમાં ઉતરી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે પંજાબમાં ભાજપ ત્રણ અને અકાળી દળ 10 સીટ પર ચૂંટણી લડશે. ભાજપના ભાગમાં જે ત્રણ સીટ આવી છે તેમાં એક સીટ ગુરદાસપુર છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, દિવંગત અભિનેતા વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્નાને ભાજપ ગુરદાસપુરથી ઉમેદવાર બનાવી શકે છે.
વરિષ્ઠ ભાજપના નેતાએ કહ્યું હતું કે પંજાબમાં અમૃતસર, ગુરદાસપુર અને હોશિયારપુર બેઠકો પર અનેક નામો અંગે વિચારવિમર્શ ચાલી રહ્યો છે અને બેએક સપ્તાહમાં ઉમેદવારીની પસંદગી થઈ જશે. પંજાબમાં ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે નામોની જાહેરાત કરવામાં થોડી વાર લાગે એમ છે. જોકે નેતાએ આ માહિતી તેમનું નામ ના જણાવવાની શરતે આપી હતી.
ભાજપ ગુરદાસપુર બેઠક પર હાલના સાંસદ સુનીલ જાખડ સામે આક્રમક નેતાની ખોજમાં છે, જેમાં આ બેઠક પરથી ચાર વખત જીતેલા સ્વર્ગસ્થ વિનોદ ખન્નાનાં પત્ની કવિતા ખન્ના અથવા તેમના પુત્ર ફિલ્મ કલાકાર અક્ષય ખન્નાને ચૂંટણીમેદાનમાં ઉતારવા પર ગંભીરપણે વિચારણા કરી રહી છે. પાર્ટીના મતે જો કવિતા ખન્ના વાંધો ના ઉઠાવે તો અક્ષય ખન્ના બોલિવૂડનો ચાર્મ ધરાવે છે તેમ જ તેના પિતાની યાદો પણ સારી અસર કરશે અને જાખડ સામે કાંટાની ટક્કર આપી શકશે, એમ સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion