શોધખોળ કરો
Advertisement
‘ગતિ’ અને ‘નિવાર’ વાવાઝોડાને પગલે આ રાજ્યમાં એલર્ટ જાહેર, સાત જિલ્લામાં બસ સેવા બંધ
વાવાઝોડાની આગાહીને પગલે NDRFની ટીમ અને સ્થાનિક પ્રશાસન ખડેપગે છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા વધુ એક ચક્રવાતથી તામિલનાડુ અને પુડુચેરીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ‘ગતિ’ અને ‘નિવાર’ વાવાઝોડાને પગેલે તામિલનાડુ અને પુડુચેરીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ હવાનું હળવુ દબાણ આગામી 24 કલાકમાં ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે. 25 નવેમ્બરે ‘નિવાર’ વાવાઝોડુ તામિલનાડુ અને પુડુચેરી પર ત્રાટકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. વાવાઝોડાને લીધે તામિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અંદાજે 100થી 120 કિ.મીની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે.
વાવાઝોડાની આગાહીને પગલે NDRFની ટીમ અને સ્થાનિક પ્રશાસન ખડેપગે છે. તો તામિલનાડુના સાત જિલ્લામાં સાવચેતીના ભાગરૂપ બસ સેવા બંધ કરવામાં આવી છે
બીજી બાજુ અરબી સમુદ્રમાં કેંદ્રીત થયેલા ગતિ વાવાઝોડાના કારણે ગુજરાતના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત રખાયું છે. હવામાન વિભાગના મતે ગતિ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર થવાની નથી. રાજયમાં બે દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ ઘટવાની પણ આગાહી કરવામા આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement