શોધખોળ કરો

Amaravati Murder Case: અમરાવતી હત્યાકાંડનો માસ્ટર માઈન્ડ નાગપુરથી ઝડપાયો, મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા 

અમરાવતી હત્યા કેસના માસ્ટર માઇન્ડની નાગપુરથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્ર પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે હત્યાના માસ્ટરમાઇન્ડનું નામ ઈરફાન ખાન છે.

અમરાવતી હત્યા કેસના માસ્ટર માઇન્ડની નાગપુરથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્ર પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે હત્યાના માસ્ટરમાઇન્ડનું નામ ઈરફાન ખાન છે. ઈરફાન ખાન અમરાવતીમાં રહેબર નામની એનજીઓ ચલાવે છે. અમરાવતીમાં મેડિકલ સ્ટોર ચલાવતા ઉમેશ કોલ્હેની હત્યા પાછળ ઈરફાન ખાન મુખ્ય સૂત્રધાર છે. ઈરફાનના કહેવા પર અગાઉ ધરપકડ કરાયેલા 6 આરોપીઓએ મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. ઈરફાનના આદેશ બાદ તે 6 આરોપીઓએ કંઈપણ વિચાર્યા વગર આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. એકંદરે આ હત્યાના સાતેય આરોપીઓ હવે પોલીસની કસ્ટડીમાં છે.

અગાઉ, ઉમેશ કોલ્હે હત્યા કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી, તેમની સામે IPCની કલમ 302, 120B અને 109 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે આ ઘટના તેણે (ઉમેશ કોલ્હે) સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી તેના કારણે બની હતી. એટીએસ એ પણ તપાસ કરી રહી છે કે આ હત્યારાઓએ પણ ઉદયપુરના દરજી કન્હૈયાલાલની જેમ હત્યાની પેટર્ન અપનાવી હતી. અગાઉ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના નામ પણ જાહેર કર્યા હતા. હવે આમાં સાતમું નામ પણ સામેલ થઈ ગયું છે.

ઈરફાન ખાન- હત્યાનો માસ્ટરમાઇન્ડ
મુદાસિર અહેમદ ઉર્ફે સોનુ રાજા શકીબ્રાહિમ
શાહરૂખ પઠાણ ઉર્ફે બાદશાહ હિદાયત ખાન
અબ્દુલ તૌફીક ઉર્ફે નાનુ શેખ તસ્લીમ
શોહેબ ખાન ઉર્ફે બુરિયા સાબીર ખાન
અતીપ રશીદ આદિલ રશીફ
ડૉ.યુસુફ ખાન બહાદુર ખાન

22 જૂનના રોજ ગળી કાપીને હત્યા કરવામાં આવી હતી

22 જૂને મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના 50 વર્ષના વ્યક્તિની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં અમરાવતી પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિત, જે મેડિકલ સ્ટોર ચલાવે છે, તેણે નૂપુર શર્માને ટેકો આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યા પાછળનું કારણ હોઈ શકે છે. ફેસબુક પર નૂપુરના સમર્થનમાં એક પોસ્ટ લખવામાં આવી હતી. NIAની એક ટીમ પણ તપાસ માટે આજે અમરાવતી પહોંચી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget