શોધખોળ કરો
Advertisement
એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ બનશે કાર્યકારી અધ્યક્ષ, એન્ડી જેસી બનશે CEO
એમેઝોને જાહેરાત કરી છે કે, જેફ બેજોસ કંપની બોર્ડના કાર્યકારી અધ્યક્ષ બનશે અને CEOનું પદ એન્ડી જેસી સંભાળશે.
એમેઝોને મંગળવારે જાહેરાત કરી છે કે, એન્ડી જેસી કંપનીના સીઇઓ બનશે જયારે જેફ કાર્યકારી અધ્યક્ષનું સ્થાન સંભાળશે. જેફ બેજોસે વર્ષ 1994માં એમેઝોનની સ્થાપના કરી હતી. એક ઓનલાઇન બુક સ્ટોરથી શરૂ થયેલા એમેઝોનનો સફર હવે ઓનલાઇન મેગા રિટેલર બની ગયો છે. જે દુનિયાભરના પ્રોડક્ટને વેચે છે. જેફે નવી ભૂમિકા માટે એન્ડી જેસી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
એન્ડી પર વિશ્વાસ કર્યો વ્યકત
તેમણે એમેઝોનનના કર્મચારીને જણાવ્યું કે, ‘મને એ જાહેરાત કરતા ખૂબ જ ખુશી થાય છે કે, હું એમેઝોનના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળીશ જ્યારે એન્ડી જેસીની સીઇઓ બનાવાયા છે. જેથી હું હવે ન્યૂ પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીશ. એન્ડી જેસી પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તે ઉત્કૃષ્ટ લીડર સાબિત થશે’
1.3 લોકોને મળ્યો રોજગાર
જેફ બેજોસ તેમના પત્રમાં લખ્યું છે કે, ‘આ કંપની 27 વર્ષ પહેલા શરૂ થઇ હતી. એમેઝોન માત્ર એક વિચાર હતો. તેનું કોઇ નામ ન હતું. તે સમયે મને સૌથી વધુ સવાલ પૂછવામાં આવતો હતો કે, ઇન્ટરનેટ શું છે? આજે આ કંપની 1.3 પ્રતિભાશાળી લોકોને રોજગાર આપી રહી છે’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ગેજેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion