શોધખોળ કરો
Advertisement
અમેરિકાના NSA દ્વારા ડોભાલને કરવામાં આવ્યો હતો ફોન, અમેરિકાના સેટેલાઇટમાં સર્જીકલ સ્ટ્રાઇકની તસ્વીર થઇ કેદ: સૂત્રો
નવી દિલ્લીઃ પીઓકેમાં ભારતીય સેનાના સાર્જીકલ સ્ટ્રાઇક પર સમગ્ર દેશ ઉત્સવ માનાવી રહ્યો છે. પરંતુ સરકારના વિરોધી સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યા છે. એબીપી ન્યૂઝને સરકારી સૂત્રો પાસેથી માહિતી મળેલી છે. જે મુજબ સર્જીકલ સ્ટ્રાઇક બાદ અમેરિકાની એનએસએ સુસેન રાઇસે ભારતના એનએસએ અજિત ડોભાલને ફોન કર્યો હતો.
સરકારી સૂત્રોનું એવું પણ કહેવું છે કે, અમેરિકી સેટેલાઇટમાં સર્જીકલ સ્ટ્રાઇકની તસ્વીરો કેદ થઇ છે. જ્યારે અમેરિકા દ્વારા ફોન કરવામાં આવ્યો ત્યારે સર્જીકલ ઓપરેશન પૂરુ નહોતું થયું. ભારતીય કમાંડો સર્જીકલ સટ્રાઇક ખતમ કરીને પરત ફરી રહ્યા હતા.
આમ આદમ પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકાર પાસે સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગતા આ બાબતને લઇને વિવાદને હવા મળી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે, સરકારે સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા દેશ સામે રાખવા જોઇએ.
અરવિંદ કેજરીવાલે એક વીડિયોમાં કહ્યું છે કે આપણી સેનાએ ગયા અઠવાડિયે વીરતા બતાવીને ઉરી હુમલામાં 19 સૈનિકોની શહાદતનો બદલો લીધો છે. પ્રધાનમંત્રી સાથે મને 100થી વધારે મુદ્દે અંગે મતભેદ હશે પણ તેમણે જે ઈચ્છાશક્તિ બતાવી છે, તેને સલામ કરું છું. પણ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારતની શાખને હાનિ પહોંચાડવા પ્રોપેગંડા ફેલાવી રહ્યું છે. તેઓ મીડિયાને સીમા પર લઈ ગયા હતા અને કહ્યું હતું કે અહીં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી. હું ઈચ્છુ છું કે પીએમ મોદી આ જૂઠ્ઠાણાને બેનકાબ કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement