શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે ગઠબંધન, લોકસભાની કેટલી બેઠકો પર લડશે ચૂંટણી, જાણો
મુંબઈ: આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે જાહેરાત કરતા કહ્યું, મહારાષ્ટ્રમાં શિવસેના લોકસભાની 23 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ભાજપ 25 બેઠકો પર ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.
અમિત શાહે દાવો કર્યો છે કે શિવસેના ભાજપ ગઠબંધન લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 45 બેઠકો પર જીત મેળવશે. મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસે કહ્યું, અમારી વચ્ચે મતભેદ પરંતુ વિચારધારા સમાન છે. દેવેંદ્ર ફડણવીસે કહ્યું, રાષ્ટ્રવાદ પર ભરોસો રાખનારા પક્ષોની જવાબદારી છે કે તેઓ એક થાય. તેમણે જણાવ્યું કે ભાજપ શિવસેના વચ્ચે ગઠબંધન નક્કી થયું છે, જેમાં શિવસેના 23 બેઠકો અને ભાજપ 25 બેઠકો પર ચૂંટણી લડશે.BJP President Amit Shah: I am confident that in Lok Sabha elections, BJP and Shiv Sena will together win 45 out of total 48 seats in Maharashtra pic.twitter.com/CmjpstjCcg
— ANI (@ANI) February 18, 2019
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લોકસભા ચૂંટણીના થોડા મહિના બાદ હશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના બરાબર-બરાબર બેઠકો પર ચૂંટણી લડશે. દેવેંદ્ર ફડણવીસે કહ્યું, શિવેસેના ભાજપના સંબંધો 25 વર્ષોના છે. પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં કેટલાક મતભેદોના કારણે બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. તેમણે જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીમાં નાના પક્ષોને કેટલીક બેઠકો આપ્યા બાદ જે બેઠકો વધશે તેમાં ભાજપ કૉંગ્રેસ સમાન બેઠકો પર ચૂંટણી લડશે.Maharashtra Chief Minister Devendra Fadnavis: Shiv Sena will fight on 23 seats and BJP will fight on 25 seats in the upcoming Lok Sabha elections pic.twitter.com/aZnl5melXn
— ANI (@ANI) February 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement